રાજકોટમાં કપડાનો છાંયો બનાવી ઓક્સિજનનો બાટલો હાથમાં પકડીને દર્દીને બચાવવા માટે સ્વજનોના વલખાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-18 12:00:08
  • Views : 279
  • Modified Date : 2021-04-18 12:00:08

    રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં કઠણ કાળજાનો માનવી પણ એક કલાક ઊભો રહીને આસપાસમાં બનતી ઘટનાઓ પર નજર કરે તો આવા માણસનું પણ હૃદય પીગળી જાય, લાગણીવશ થઇ જાય તેવા દૃશ્યો રોજ જોવા મળે છે. ગામડામાં રહેતા એક વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા 108 કે અન્ય સંસ્થાઓ પાસેથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન થતાં જીપમાં સુવડાવીને રાજકોટ હોસ્પિટલ લવાયા હતા. તડકો ન લાગે તે માટે દેશી પદ્ધતિ અપનાવાઇ હતી. એક સ્વજન ઓક્સિજનનું સિલિન્ડર પકડીને સતત ખડેપગે રહ્યા હતા.

    રસીકરણની સાથે વધુને વધુ લોકો એન્ટિજન ટેસ્ટ કરાવે તે માટે ટેસ્ટિંગ પર્વ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. આ તકે રાજકોટના 11 તાલુકામાં ટેસ્ટિંગ પર્વ શરૂ કરાયા છે, સરકારની સાથોસાથ ઘણા સેવાભાવી લોકો પણ સરકારી કચેરીને સાથે રાખી ટેસ્ટિંગ કિટ મગાવી રહ્યા છે, અને તેનું વિતરણ પણ કરવામાં આવે છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે કિટનો જથ્થો આપવામાં આવે છે તેની માત્રા ક્યાં આધારે નક્કી કરાઈ તે જાણવું એટલું જ જરૂરી છે. જેનું મુખ્ય કારણ એ છે કે, ગામની વસ્તી પ્રમાણે ટેસ્ટિંગ કિટ મળી રહી નથી.


Download Our B K News Today App



Related News