વાવ પંથકમાં કેનાલ કાગળ જેવી, કારેલી માઇનોર-2માં પાણી છોડતાં જ ધોવાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-04 18:11:12
  • Views : 449
  • Modified Date : 2022-11-04 18:11:12

 

સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે, ખેડૂત પગભર બને તે માટે કરોડોનો ખર્ચ કરી કેનાલો બનાવી તાજેતરમાં ગામડાઓને પૂરતું પાણી ન મળતા જૂની કેનાલો તોડી નવી બનાવવામાં આવી હતી. ત્યારે નવી બનાવેલ કારેલી માઇનોર-2માં બુધવારે પાણી છોડતાં જ ધોવાણ થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો હતો અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં ભરવા માંગ કરાઇ હતી. બનાસકાંઠાના સરહદી પંથકમાં કેનાલો કાગળ જેવી બનતા પાણી છોડતાની સાથે પત્તાના મહેલ જેમ ધોવાણ થઇ રહ્યું છે. વાવમાં તાજેતરમાં બનેલ ભાચાલી માઇનોર કેનાલનું કામ ખરાબ થયું હતું.


જ્યારે બીજી કારેલી માઇનોર-2 માં પણ બુધવારે પાણી છોડતાની સાથે કારેલી-ગામડી સીમમાં ધુડાભાઈ વજીરના ખેતરમાં ધોવાણ થયું હતું. હાલ શિયાળુ સિઝન શરૂ થઇ ગયેલ હોઈ ખેડૂતો પિયતમાં લેટ પડવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવા કોન્ટ્રાકટરો વિરુદ્ધ કડક પગલાં ભરી સત્વરે કેનાલનું કામ કરી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

 

Download Our B K News Today App



Related News