લાંચ કેસમાં EPFOના અધિકારી થયા CBI સમક્ષ હાજર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-23 14:14:14
  • Views : 104
  • Modified Date : 2023-06-23 14:14:14

 ગુજરાતમાં ફરી એકવાર લાંચિયો અધિકારી સકંજામાં આવ્યો છે. રાજકોટમાં લાંચ કેસમાં EPFOના અધિકારી CBI સમક્ષ હાજર થયા છે. એક મહિનાથી EPFOના અધિકારી CBI સમક્ષ હાજર થતા ન હતા. જો કે આખરે એક માસ બાદ નિરંજનસિંહ સીબીઆઈ સમક્ષ હાજર થયા છે. નિરંજનસિંહ પર પ્રોવિડન્ડ ફંડના ઈસ્યૂને લઈને કોન્ટ્રાક્ટર પાસે 12 લાખ રુપિયાની લાંચ માગી હતી. જે પછી 2 લાખ રુપિયાની લાંચ લેતા વચેટીયાની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી હવે નિરંજનસિંહની પણ ધરપકડ થઇ છે. હવે નિરંજનસિંહના બેંક અકાઉન્ટની ડિટેઇલ તેમજ સીલ કરાયેલા ઘર સહિતની તપાસ હાથ ધરાશે.

Download Our B K News Today App



Related News