પર્યાવરણ જાળવવા બુલેટ ટ્રેનના રૂટ પર આવતા 60 હજાર વૃક્ષમાંથી 25 હજાર ટ્રાન્સપ્લાન્ટ કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-20 15:13:11
  • Views : 509
  • Modified Date : 2019-09-20 15:13:11

અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનાર હાઈસ્પીડ (બુલેટ) ટ્રેનના રૂટ પર આવતા 60 હજારથી વધુ વૃક્ષમાંથી 25 હજાર જેટલા વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. અમદાવાદમાં બુલેટ ટ્રેનના રૂટ પર આવતા 4000 જેટલા વૃક્ષ ટ્રાન્પ્લાન્ટ કરવામાં આવશે જેમાંથી અત્યાર સુધી 134 વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં સૌથી વધુ વૃક્ષો સાબરમતી અને વટવા વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.કપાયેલા એક વૃક્ષની સામે 10 વૃક્ષ ઉછેરવામાં આવશે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએસએસઆરસીએલ)ના અધિકારીએ જણાવ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થયા બાદ જે તે રૂટ પર આવતા વૃક્ષો હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. કંપની દ્વારા પર્યાવરણની સુરક્ષાના ભાગરૂપે શક્ય હોય ત્યાં સુધી વૃક્ષો નહીં કાપવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે સંપૂર્ણ રૂટ પરથી 40 ટકાથી વધુ વૃક્ષો સુરક્ષિત ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. એજરીતે બાકીના વૃક્ષોમાંથી પણ જેટલાને બચાવી શકાય તેને બચાવવાની કોશિશ કરવામાં આવશે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, કપાયેલા એક વૃક્ષની સામે 10 વૃક્ષ ઉછેરવા એનએસએસઆરસીએલ દ્વારા સ્થાનિય સત્તાતંત્રને 25 હજાર રૂપિયા પણ ચૂકવવામાં આવશે. જેથી વધુને વધુ વૃક્ષોનો ઉછેર થઈ શકે.વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ કરવા વિશેષ મશીન ખરીદાયુંએનએસએસઆરસીએલના અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેન મોટાભાગે રેલવે એરિયામાંથી પસાર થઈ રહી છે. આ રૂટ પર સાબરમતીથી વટવા સુધી આવતા 4000થી વધુ વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. જેના માટે કંપનીએ વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ કરવા વિશેષ મશીનરીની ખરીદી કરી છે. જેની મદદથી સંપૂર્ણ વૃક્ષને મૂળિયા સાથે જમીનમાંથી બહાર કાઢી અન્યત્ર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News