ડીસામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારાવિવિધ શાકભાજીના બીજ રોપીને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-06 10:50:44
  • Views : 250
  • Modified Date : 2022-06-06 10:50:44

 

દુનિયાભરમાં દર વર્ષે 5 જૂનનાં રોજ વિશ્વ પર્યાવરણ દિન' તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ ડીસામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સેન્ટર પર અને નવા ગામ ખાતે વિવિધ શાકભાજીના બીજ રોપીને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગૃહ વાટિકાનું વિવિધ શાકભાજીના બીજ રોપીને પર્યાવરણ દિવસની બીકે સુરેખાબેન ,બીકે હસુમતીબેન, ડોક્ટર નગીનભાઈ, બીકે લાલાભાઇ અને ક્લાસના સૌ ભાઇ-બહેનો દ્વારા કરવામાં આવી હતી.

વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં નવાગામની ગીતા પાઠશાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બીકે હસુમતીબેન , બીકે ફાલ્ગુની બેન ,નવા ગામના સરપંચ અને ઉપ સરપંચ અને પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા કિસાન મોરચો ભાજપ હજાર રહ્યા હતા.

 

જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન ""વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઉજવાય છે. ૧૯૭૨થી સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા વિશ્વભરમાં ઊજવાતાં ""પર્યાવરણ દિન''નું વર્ષનું સુત્ર છે "હરિત અર્થતંત્ર' સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણ સામેના ખતરાઓમાં ધટાડો થાય.

પર્યાવરણ દિવસ 2020નુ મહત્વ

પર્યાવરણને સુધારવાના હેતુથી દિવસ મહત્વપૂર્ણ છે, જેમાં સમગ્ર વિશ્વ રસ્તામાં ઉભેલા ચેલેન્જિસને દૂર કરવાનો રસ્તો કાઢે છે. લોકોમાં પર્યાવરણ જાગૃતતાને જગાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત વિશ્વ પર્યાવરણ દિવસ દનિયાનું સૌથી મોટું વાર્ષિક આયોજન છે. તેનો મુખ્ય હેતુ આપણી પ્રકૃતિની રક્ષા કરવા માટે જાગૃતતા વધારવા અને દિવસેને દિવસે વધી રહેલા વિવિધ પર્યાવરણીય સમસ્યાઓને જોવાનું છે.

વર્ષે ઉજવવામાં આવનાર પર્યાવરણ દિવસ ગત વર્ષોથી અલગ છે. વર્ષે લોકડાઉનને કારણે મોટી માત્રામાં પ્રદૂષણ ઓછું થઈ ગયું છે. ગત વર્ષો સુધી જ્યાં આપણે પર્યાવરણને લઈને વધુ ચિંતામાં હતા, ત્યાં આપણી ચિંતા વર્ષે ઓછી થઈ ગઈ છે. વાતાવરણ શુદ્ધ થઈ ગયું છે. તેથી વર્ષે દિવસ કંઈક અલગ છે. વિશ્વ પર્યાવરણ દિવસને સફળ બનાવી શકાય છે. દરેક વ્યક્તિએ સમજવાનું રહેશે કે જ્યારે પર્યાવરણ સ્વચ્છ રહેશે ત્યારે ધરતી પર જીવ સંભવ થશે.

 

પર્યાવરણની સુરક્ષા દરેક દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય પ્રયત્નો થયા છે. એન્ટાકર્ટિકા ખંડનું પર્યાવરણ જાળવવાનો પ્રોટોકોલ, જૈવ વિવિધતાં જાળવવાની સંધિ, મહાસાગરોમાંની જૈવિક અને માછીમારી સંપત્ત્િાને જાળવવાની સંધિ, વિવિધ પ્રદૂષણયુક્ત વાયુને ફેલાતો અટકાવવા માટેના પ્રોટોકોલ, વ્હેલના શિકારના નિયમો અંગેના કરાર, ઓઝોનના સ્તરને બચાવવા અંગે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, મોસમ પરિવર્તન માટે જવાબદાર મનાતા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ધટાડવાની સંધિ જેવા કેટલાંય વૈશ્વિક કરારો અસ્તિત્વમાં છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. કોઇ સ્થાનિક પર્યાવરણીય સમસ્યાની અસર જે તે સ્થળ પુરતી રહેતી નથી. તેની અસર ધણાં મોટા વિસ્તારોમાં અને મોટાભાગે લાંબાગાળાની હોય છે. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ક્લાઇમેન્ટ ચેન્જ અંગે ""કન્વીનીઅન્ટ એકશન'' નામનું લખેલ પુસ્તક સ્પષ્ટ કરે છે કે, આપણે પર્યાવરણ અંગે કેટલા સંવેદનશીલ છીએ.

 

વિશ્વ પર્યાવરણ દિને'' સહુ સંકલ્પ લઇએ- કૃષિ, ઉઘોગ, શિક્ષણ જેવા જે વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે. તેને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી ટકાઉ બનાવીએ.

Download Our B K News Today App



Related News