પ્રથમ નોરતે દક્ષિણ ગુજરાત બાદ અમરેલીમાં પણ વરસાદની એન્ટ્રી

  • Published By :
  • Published Date : 2022-09-26 14:24:19
  • Views : 217
  • Modified Date : 2022-09-26 14:24:19

આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે રાજ્યના અમુક વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં વણ વરસાદ શરૂ થયો છે.   અમરેલી જીલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ છે. ખાંભા ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભા, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ છે, ખાંભા શહેરમાં પણ વરસાદ છે. ધોધમાર વરસાદના કારણે વાતવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતામાં પડી ગયા છે. સુરત જિલ્લામાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. ઓલપાડ,કરમલા,માસમાં,સહિતનાં ગામોમાં વરસાદ પડી રહ્યો છે.

Download Our B K News Today App



Related News