રોટરી ક્લબ.ડીસા ના ઉત્સાહી પ્રમુખ ડો. પ્રવીણભાઈ ઠક્કર અને સેક્રેટરી રો. ડો.ગોપાલભાઈ.જોશી ની ટીમ દ્વારા સંપૂર્ણ વર્ષ દરમ્યાન કરેલા સેવાકાર્યો ની માહિતી મેળવવા અને ક્લબ ડીસા ની સત્તાવાર મુલાકાતે ગયા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-29 11:42:25
  • Views : 229
  • Modified Date : 2022-06-29 11:42:25

રોટરી ક્લબ.ડીસા ના ઉત્સાહી પ્રમુખ  ડો. પ્રવીણભાઈ ઠક્કર અને સેક્રેટરી રો. ડો.ગોપાલભાઈ.જોશી ની ટીમ દ્વારા સંપૂર્ણ વર્ષ  દરમ્યાન કરેલા સેવાકાર્યો ની  માહિતી મેળવવા અને ક્લબ ડીસા ની સત્તાવાર મુલાકાતે ગયા હતા.

રોટરી ક્લબ.ડીસા ના ઉત્સાહી પ્રમુખ  ડો. પ્રવીણભાઈ ઠક્કર અને સેક્રેટરી રો. ડો.ગોપાલભાઈ.જોશી ની ટીમ દ્વારા સંપૂર્ણ વર્ષ  દરમ્યાન કરેલા સેવાકાર્યો ની  માહિતી મેળવવા અને ક્લબ ડીસા ની સત્તાવાર મુલાકાતે ગયા હતા. ડીસટ્રીક ૩૦૫૪ ના ગવર્નર શ્રી અશોક મંગલ સાહેબ એમના ધર્મ પત્ની તેમજ આસિસ્ટન્ટ ગવર્નર શ્રી શાંતિભાઈ ઠક્કર  સાથે પધાર્યા હતા .પ્રવાસની શરૂઆત દાંતીવાડા માં બનાવેલી હેપ્પી સ્કૂલ કે. વી.સ્કૂલ ના ઉદ્ઘાટન થી કરવામાં.આવી હતી ત્યારબાદ બી.એસ. એફ.ના ફેમિલી માટે બની રહેલ ગ્રોસરી સ્ટોર ની મુલાકાત લીધી હતી.ત્યારબાદ રોટરિયન મિત્રો સાથે રોટરી ક્લબ ડીસા દ્વારા રામપુરા,ખેટવા,અને વારા માં બનાવેલા લેડીઝ ટોઇલેટ બ્લોક નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ રોટરી હોલ માં પબ્લિક મિટિંગ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સેક્રેટરી દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન રોટરી ક્લબ ડીસા દ્વારા કરેલા કામો નો અહેવાલ  ટીવી સ્ક્રીન ઉપર જોઈને ખુબ જ પ્રસન્ન થયા હતા. રોટરી ક્લબ ડીસા માં નવા જોડાયેલા પાંચ મેમ્બર્સ નો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો તેમજ ગવર્નર શ્રી દ્વારા ડીસા ક્લબ ના વખાણ કરી હજુ પણ વધુ સારું કામ કઈ રીતે થઈ શકે તેનું માર્ગદર્શન આપ્યું હતું.ડીસાની  વિવિધ સંસ્થા માંથી પધારેલા પદાધિકારીઓ દ્વારા ગવર્નર શ્રી તેમજ આસિસ્ટન્ટ ગવર્નર શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું

સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન રો.હાર્દિકા બેન સહાયતા અને ડો. ગુર્જરીબેન ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના અંતે આભારવિધિ સેક્રેટરી ગોપાલભાઈ જોશી દ્વારા કરવામાં આવી હતી તેમજ સૌ મિત્રો ભોજન લઈ ને છુટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સિનિયર રોટરિયન મહેશભાઈ ભણસાલી, ડો.ચંપકભાઈ,રો.નટુભાઈ પટેલ, મનોજભાઈ, ડૉ.રમેશભાઈ વાર્ડે ,નવા વર્ષ ના પ્રમુખ શ્રી વિષ્ણુભાઇ શર્મા, સેક્રેટરી રો. હસમુખભાઈ ઠક્કર,વિક્રમભાઈ ઠક્કર , ડો.ભરતભાઈ શાહ સહિત ઘણાં બધાં રોટરિયન મિત્રો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News