આવતીકાલે ડીસા તાલુકામાં યોજાનારી ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-19 12:54:18
  • Views : 244
  • Modified Date : 2021-12-19 12:54:18

 

ડીસા તાલુકાના કંસારી આવતીકાલે ગ્રામપંચાયતની યોજાનારી ચૂંટણીને લઇ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ડીસા તાલુકાના કંસારી ગામે ગ્રામ પંચાયતમાં 3200 મતદારો છે. અને આવતીકાલે કંસારી ગામ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોતાનો લોકપ્રિય વાર પસંદ કરશે ખાસ કરીને આ વખતે કંસારી ગામમાંથી મહિલા ઉમેદવાર તરીકે ચંપાબેન ઠાકરસિંહ દેવડા મેદાનમાં છે. આ મહિલા ઉમેદવારને આ વખતે દરેક સમાજનું સાથ અને સહકાર મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો નાના કુટુંબમાંથી આવતા ચંપાબેન પોતે ખેતી કરી પોતાના પરિવાર સાથે રહે છે ત્યારે આ વખતે સરપંચ તરીકે તેઓ કંસારી ગ્રામ પંચાયતની સીટ પર ઉમેદવારી નોંધાવી છે ત્યારે આવતીકાલે કસારી ગામે યોજાનારી સરપંચ પદ માટેની ચૂંટણીમાં ચંપાબેન ને દરેક સમાજનું સમર્થન મળી રહ્યું છે ગામનો વિકાસ થાય ગામને સારા રસ્તાઓ મળે લાઈટ સમયસર મળે તેમજ સફાઈ ની સુવિધા મળે તે માટે આ વખતે ગામલોકોએ ચંપાબેન દીવડાને મેદાનમાં ઉતાર્યા છે સતત દરેક સમાજની વચ્ચે રહી લોકોના કામ પુરા કરવા માટે પણ ચંપાબેન દેવડા તૈયાર છે ત્યારે આજે કસારી ગામે યોજાનાર ચૂંટણીને લઇ મતદારોમાં પણ મતદાન કરવા માટેની એક આનંદ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News