ડીસામાં ચાલી રહેલ ઓવરબ્રિજનું એન.એચ.એ.આઈ.ના અધિકારીઓ દ્વારા ઈન્સ્પેકશન હાથ ધરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 11:47:09
  • Views : 455
  • Modified Date : 2019-11-13 11:47:09

ડીસામાં નવીન  ઓવરબ્રિજનું કામ પુરઝડપે ચાલી રહ્યુ છે ત્યારે મંગળવારે એન.એચ.એ.આઈ.ના અધિકારીઓ દ્વારા આ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ અને ધારાસભ્ય
શશીકાંતભાઈ પંડયા હાજર રહ્યા હતા.
ડીસામાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાને કારણે દર વર્ષે લગભગ ૨૦ થી ૨૫ અકસ્માતો સર્જાતા હતા અને તેમાં ઘણીવાર લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હતો. ત્યારે ડીસાના લોકો દ્વારા બ્રિજની માંગણી કરવામાં આવતા  આ બ્રિજનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અને ઓવરબ્રિજમાં  કુલ ૧૦૫ પીલ્લર ઉભા કરવાના છે તેમાંથી આજદિન સુધીમાં ૬૪ પીલ્લર ઉભા કરી દેવામાં આવ્યા છે. ત્યારે મંગળવારે  બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય શશિકાન્તભાઈ પંડયા, બ્રિજના પ્રોજેકટ ડાયરેક્ટર પી. કે. સિંગ,  આશુતોષ ગૌતમે આવીને બ્રિજનું નિરક્ષણ કર્યુ હતું. નિરક્ષણ દરમિયાન
કોન્ટ્રાકટરોએ  જણાવ્યું હતું કે આ બ્રિજ ભારતનો નંબર વન બનાવવામાં આવશે. અને આ કામને આપેલા સમય મર્યાદામાં જ પૂરું કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News