ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ઇન્ટરનલ માર્કનું જબરજસ્ત કૌભાંડ, જિલ્લા શિક્ષણાધિકારીને તપાસ સોંપવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-07 13:38:50
  • Views : 335
  • Modified Date : 2020-11-07 13:38:50

                   માર્ચ 2020ની ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ઇન્ટરનલ માર્કનું જબરજસ્ત કૌભાંડ થયું હોવાની શંકા ના આધારે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારીઓને તપાસ કરવાના આદેશો આપ્યા છે.ગુજરાત શિક્ષણ બોર્ડની માર્ચ 2020ની ધો.10ની પરીક્ષાના પરિણામના વિશ્ર્લેષણાત્મક અભ્યાસ અને તપાસ બાદ બહાર આવ્યું છે કે, રાજ્યની 1186 જેટલી સ્કૂલે વિદ્યાર્થીઓને 20માંથી 20 ઈન્ટરનલ ગુણ આપી ખોટી રીતે પાસ કરી ઈન્ટરનલ માર્કસનું કૌભાંડ આચર્યુ છે. આ બાબતે ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ DEOને પરિપત્ર કરીને પોતાના જિલ્લાની ખોટા માર્કસ આપનારી આ સ્કૂલોની રૂબરૂ સુનાવણી કરી કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડના 2018ના નવા નિયમો મુજબ શૈક્ષણિક વર્ષ 2019થી ધો.10માં ઈન્ટરનલ ગુણ 30ને બદલે 20 કરી દેવાયા છે અને જેમાં સ્કૂલે 5 ગુણ પ્રથમ પરીક્ષા, 5 ગુણ દ્રિતિય પરીક્ષા, 5 ગુણ નોટબુક સબમિશન(ગૃહકાર્ય) તથા 5 ગુણ પ્રાયોગિક કે પ્રોજેક્ટ કાર્યના ગણી કુલ 20માંથી વિદ્યાર્થીનું આ ચારેય રીતે મુલ્યાંકન કર્યા બાદ મેળવેલ ગુણ બોર્ડને મોકલવાના હોય છે. સ્કૂલે પ્રથમ પરીક્ષા 50 માર્કસની અને બીજી પરીક્ષા 50 માર્કસની લેવાની હોય છે.નિયમ મુજબ સ્કૂલોએ વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી-મુલ્યાંકન કરી સર્વાગ્રાહી મુલ્યાંકન કરવાનું હતુ, પરંતુ તેમ છતાં સ્કૂલોએ ખોટી રીતે 20માંથી 20 માર્કસ આપી બોર્ડના નિયમોનું અને ઠરાવનું ઉલ્લંઘન કર્યુ છે અને વાલીઓને પણ ખોટુ પરિણામ આપી ગેરમાર્ગે દોર્યા છે. જેથી આવી સ્કૂલો સામે વિગતવાર તપાસ કરવા અને કાર્યવાહી કરવા માટે બોર્ડે તમામ DEOને પરિપત્ર કરી સૂચના આપી છે.બોર્ડે દરેક DEOને પોતાના જિલ્લાની આવી ગેરરીતિ આરનારી સ્કૂલોની યાદી પણ મોકલી છે અને જેમાં DEOએ દરેક સ્કૂલની રૂબરૂ સુનાવણી કરી તેઓએ કઈ રીતે મુલ્યાંકન કર્યુ છે તેની તપાસ કરી તેની સામે કાર્યાવહી કરવાની રહેશે અને દરેક DEOને તેનો વિગતવાર રિપોર્ટ પણ બોર્ડને મોકલવાને રહેશે. બોર્ડે તપાસ કરી પરિપત્ર તો કર્યો પરંતુ આટલી બધી સ્કૂલો સામે DEO ખરેખર તપાસ થશે કે નહીં તે પણ મોટો પ્રશ્ન છે.

Download Our B K News Today App



Related News