, ફોટો શેર કરીને બતાવી એન્ગેજમેન્ટ રિંગ, કોણ છે મંગેતર? બૉલીવુડની આ અભિનેત્રીએ કરી લીધી સગાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-09 12:14:22
  • Views : 364
  • Modified Date : 2022-05-09 12:14:22

 

અરે વાહ! સોનાક્ષીએ કરી લીધી સગાઈ

ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસ્વીરો

સોનાક્ષીના પ્રશંસકો ઉત્સાહિત થયા 

ગુડ઼ ન્યુઝ, સોનાક્ષીએ કરી સગાઈ

સોનાક્ષીએ અચાનક સગાઈ કરી લેવાથી તેના ચાહકો હેરાન થયા છે.  પરંતુ અહેવાલ સાંભળી તેના ચાહકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. સોનાક્ષીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ અલગ-અલગ તસ્વીરો શેર કરી તેની એન્ગેજમેન્ટના સમાચાર શેર કર્યા છે. એક તસ્વીરમાં દબંગ ગર્લ સોનાક્ષી તેની એન્ગેજમેન્ટ રીંગ બતાવી રહી છે. સોનાક્ષીના લવિંગ ફિયોન્સે તેનો હાથ પકડી રહ્યાં હોય તેવુ દેખાઈ રહ્યું છે. જો કે, સોનાક્ષીનો લવિંગ પાર્ટનર કોણ છે, તેના પર સસ્પેન્સ હજુ યથાવત છે. કારણકે અભિનેત્રીએ તેના પાર્ટનરનો ચહેરો તસ્વીરમાં બતાવ્યો નથી. 

 

સોનાક્ષીએ પાર્ટનર સાથે આપ્યાં રોમેન્ટિક પોઝ

સોનાક્ષીએ બીજી તસ્વીરમાં તેના ડાર્લિગ પાર્ટનરના ખભે પ્રેમથી હાથ રાખી તસ્વીર ખેંચાવી છે. તો ત્રીજી તસ્વીરમાં સોનાક્ષી તેના પાર્ટનરનો હાથ પકડી હસી રહી છે. સોનાક્ષીની મિલિયન ડૉલર સ્માઈલ તેની ખુશી દર્શાવી રહી છે. ભલે સોનાક્ષીએ તેના પાર્ટનરનો ખુલાસો કર્યો નથી. પરંતુ ફિયોન્સે સાથે સોનાક્ષીની રોમેન્ટિક તસ્વીરો બંનેના સંબંધની આત્મિયતાને સારી રીતે દર્શાવી રહી છે. 

 

 

Download Our B K News Today App



Related News