બનાસ જળશક્તિ અભિયાન અંતર્ગત મડાણા ગઢ ખાતે સરણ તળાવ ઊંડું કરવાનું ખાતમુહૂર્ત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-10 11:40:07
  • Views : 260
  • Modified Date : 2022-05-10 11:40:07

 

બનાસડેરી અને લોકભાગદારીથી બનાસ જળશકિત અભિયાન અંતર્ગત મડાણા (ગઢ) ખાતે આવેલ સરણ તળાવ (રામનગર)૧૩ હેકટર માં વિસ્તાર માં આવેલું છે જે તળાવનું આજરોજ ઊંડું કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તળાવ ઊંડું કરવાથી  જળસંચય થાય અને આજુબાજુના ૧૦ ગામ ના લોકોને પાણી નો લાભ મળે અને પાણી ના ભૂગર્ભ સ્તર ઊંચા આવે તે આશયથી જિલ્લામાં 111 તળાવો ઊંડા કરવામાટે બનાસ ડેરી દ્વારા જળ સંચય અભિયાન શરુ કરવામા આવ્યું છે જેના ભાગરૂપે આજે મડાણા ગઢ  ખાતે સરણ તળાવ ઊંડું કરવાના ખાતમુહર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે બનાસ ડેરી જળશકિત વિભાગના અશોકભાઈ પટેલ, વિસ્તરણ અધિકારી હરેશભાઈ , મડાણા ડેલિગેટ મયુર ડેરિયા, મડાણા ડેરી ના ચેરમેન શિવરામભાઈ, મંત્રીશ્રી,ભારતીય કિસાન સંઘ ના ઉપપ્રમુખ અમૃતભાઈ ગોઠી, દેવાભાઇ સાળવી સહીત  ગામના આગેવાનો હાજર રહ્યા હતા

Download Our B K News Today App



Related News