શોપિયાના રાવલપોરામાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો, સર્ચ ઓપરેશન ચાલુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-14 13:44:33
  • Views : 209
  • Modified Date : 2021-03-14 13:44:33

    જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે શનિવારે મોડી સાંજે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. શોપિયાના રાવલપોરા વિસ્તારમાં આખી રાત ચાલેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ રવિવારે સવારે આતંકીને ઠાર કર્યો છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, ઓપરેશન હાલ ચાલુ છે. આર્મી અને પોલીસના જવાનોએ વિસ્તારને ચારે બાજુએથી ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

    જમ્મુ-કાશ્મીર પોલીસે શનિવારે 9 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની તસ્વીર બહાર પાડી છે. પોલીસએ કહ્યું કે આ તમામ આતંકી ઘાટીમાં એક્ટિવ છે. તે શ્રીનગરની આસપાસ થતી આતંકી પ્રવૃતિઓ માટે જવાબદાર છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે જો તેમના વિશે કોઈ માહિતી હોય તો શેર કરો. પોલીસે ફોન નંબર પણ બહાર પાડ્યા છે. ઝડપથી તેમને પકડવા માટે ઓપરેશન પણ ચલાવવામાં આવશે.

    આ પહેલા બારામૂલામાં શનિવારે(13 માર્ચે) આતંકીઓએ પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. ઉતર કાશ્મીરમાં સોપોર બસ સ્ટેન્ડની પાસે થયેલા આતંકી હુમલામાં આતંકીઓ નિશાન ચૂકી ગયા હતા. આ કારણે તેઓ પોતાનો ઈરાદો પાર પાડવામાં સફળ ન થઈ શક્યા. સૂત્રોના જણાવ્યા મુજબ, હુમલામાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. હુમલા પછી સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.


Download Our B K News Today App



Related News