બિરસા મુંડા યુનિવર્સિટીમાં રોજગાર અને કારકિર્દી ઘડતર માર્ગદર્શન શિબિર યોજાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-18 16:07:26
  • Views : 78
  • Modified Date : 2023-10-18 16:07:26

રાજપીપલાસ્થિત બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળા ખાતે જિલ્લા રોજગાર કચેરીનર્મદા અને વડોદરાના સંયુક્ત ઉપક્રમે રાજપીપલા કોલેજના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્સેલિંગ મળે તે હેતુથી કારકિર્દી માર્ગદર્શન સેમિનારયોજાયો હતો. તા. 18 ઓકટોબર 2023ના રોજ યોજાયેલ સેમિનારમાં પ્રિન્સિપાલ  તથા કોલેજના પ્રધ્યાપક હાજર રહ્યા હતા.આ સેમિનારમા જિલ્લા રોજગાર કચેરી નર્મદાના કેરિયર કાઉન્સિલર કૃષિકા વસાવાએ કેરિયર ગાઇડન્સ અંગે ઉદાહરણ અને મોટીવેશનલ માર્ગદર્શન થકી કોલેજના વિદ્યાર્થીઓને કારકિર્દી બાબતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને UPSC, GPSC પરીક્ષાઓનું મહત્વ સાથે વિદ્યાર્થીના જીવનમાં લક્ષ્યનું મહત્વ સમજાવી કેરિયર કાઉન્સિલિંગ અંગે અગત્ય બાબતોની માહિતી આપી હતી. આ ઉપરાંત તે અંગે જરૂરી અને ઉપયોગી મુદ્દાઓ અંગે વિસ્તૃતપૂર્વક માર્ગદર્શન આપવામાં આપ્યું હતું. કાર્યક્રમમાં  સાથોસાથ વડોદરા રોજગાર કચેરીના વિદેશ અભ્યાસના નિષ્ણાત નિશાંત જોશીએ સેમિનારમાં યુવાધનને પાસપોર્ટ, વિઝા અને વિદેશના અભ્યાસ અને રોજગારીની કેટલી અને કેવી રીતે તકો ઉપલબ્ધ છે તે અંગે વિસ્તૃતપુર્વકની માહિતી આપી હતી. આ સેમિનારમાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કારકિર્દી માર્ગદર્શન એ એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિને તેની કારકિર્દીના વિકલ્પો વિશે જાણકાર અને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરવામાં આવે છે. તે વિશિષ્ટ તકનીકો, પગલાં અને સલાહ દ્વારા સંચાલિત છે જે વ્યક્તિને કારકિર્દીની વિવિધ તકો અને માર્ગો વચ્ચે પસંદગી કરવામાં મદદ કરે છે.કારકિર્દી માર્ગદર્શન તમને કારકિર્દી વિકલ્પો ઓળખવામાં, તમારા જ્ઞાન, કુશળતા અને અનુભવના આધારે તમારી કારકિર્દી પસંદ કરવામાં મદદ કરે છે. એટલું તો આપણે કહી શકીએ કે કારકિર્દી માર્ગદર્શન વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના વિકલ્પો જાણવા અને તેમના ધ્યેયો સિદ્ધ કરવામાં મદદ કરે છે.ઘણા વિદ્યાર્થીઓ અને માતા-પિતા હજુ પણ ભારતમાં કારકિર્દી માર્ગદર્શનના મહત્વને ઓળખતા નથી. જાગૃતિના અભાવે તેઓને તે તક ચુકી જાય નથી. કારકિર્દી માર્ગદર્શનના અભાવે વિદ્યાર્થીઓ  સારી કારકિર્દી પસંદ કરી શકતા નથી.

Download Our B K News Today App



Related News