ડીસા તાલુકાના વી.સી.ઇ મંડળના કર્મચારીઓએ પોતાની માંગણીઓ સરકાર દ્વારા ન સંતોષતા આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-18 11:42:32
  • Views : 233
  • Modified Date : 2022-05-18 11:42:32

ડીસા તાલુકાના વી.સી.ઇ મંડળના કર્મચારીઓએ પોતાની માંગણીઓ સરકાર દ્વારા ન સંતોષતા આવેદનપત્ર આપ્યું

 

છેલ્લા ઘણા દિવસોથી ડીસા તાલુકાના વી.સી.ઇ મંડળના કર્મચારીઓ સરકાર પાસે પોતાની વિવિધ માંગણીઓને લઈ વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા તેમની માગણીઓ ન સંતોષાતા માન આપતા આજે ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણાં આ કાર્યક્રમને લઇ આવેદનપત્ર આપ્યું હતું.

 

છેલ્લા ઘણા સમયથી વિવિધ ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકાર સામે વિરોધ દર્શાવી રહ્યા છે સરકાર દ્વારા પણ અત્યાર સુધી સરકારમાં કામ કરતા કર્મચારીઓની ક્યાંકને ક્યાંક માંગણીઓ પૂરી કરવામાં આવી છે તો ક્યાંક હજુ સુધી અનેક કર્મચારીઓની માંગણીઓ પૂરી કરવામાં આવી નથી જેના કારણે છેલ્લા એક વર્ષમાં સરકારી કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ અનેક વાર આંદોલન કરી રહ્યા છે જેની સીધી અસર નાગરિકો પર જોવા મળી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ડીસા તાલુકામાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા વી.સી.ઇ મંડળના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકારમાં રજૂઆત કરી હતી પરંતુ આજદિન સુધી સરકાર દ્વારા ડીસા તાલુકામાં ફરજ બજાવતા વી.સી.ઇ મંડળના કર્મચારીઓ ની માંગણી સંતોષવામાં આવતા વી.સી.ઇ મંડળના કર્મચારીઓ ધરણા કાર્યક્રમ યોજવા જઇ રહ્યા છે. સરકારી ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ સરકારના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી કામકાજથી વાકેફ વિરોધ દર્શાવી રહ્યા છે જેના કારણે સરકારી કામકાજ માટે આવતા નાગરિકો કર્મચારીઓ વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે આજે આગામી સમયમાં યોજાનાર સરકાર વિરોધી ધરણા કાર્યક્રમ ને લઇ ડીસા તાલુકાના વીસીઇ ના કર્મચારીઓએ ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક સરકાર તેમની માગણીઓ પૂરી કરે તેવી માંગ કરી હતી

 

વીસીઇની માંગણીઓ

૧‌ ) કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન સાથે  પગાર ધોરણ લાગુ કરવામાં આવે.

૨)   સરકારશ્રી સાથે ૧૬ વર્ષથી વગર પગારે કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરીને સરકારી લાભો આપવામાં આવે.

૩)   આરોગ્ય લક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વિમા કવચ આપવામાં આવે.

 ૪)  વીસીઇને ગ્રામ પંચાયત ખાતે દબાણ થતુ હોય દબાણમાં ના આવતા વીસીઇને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી

નાખવામાં આવે છે. તેમજ એમના લાગતા વળગતા લોકોને લેવા માટે વીસીઇને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં આવે છે. જે બાબતે કડક જોબ સિક્યુરીટી બાબતનો જી આર કરવામાં આવે અને સરકારશ્રીની મંજુરી વગર કોઇ પંચાયત વીસીઇને કાઢી ના શકે. 

૫)   કોરોના મહામારીમાં મરણ પામેલ વીસીઇને આર્થિક સહાય આપવામાં આવે.

Download Our B K News Today App



Related News