ડીસા એસટી ડેપો ના કર્મચારીઓ એ પડતર માંગણીઓ મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-19 12:04:31
  • Views : 282
  • Modified Date : 2022-09-19 12:04:31


પાલનપુર સંકલન સમિતિ દ્વારા રાજયસભાના સાંસદ ને આવેદનપત્ર આપ્યું


ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી વિભાગ) ના કર્મચારીઓ છેલ્લાં ઘણા સમયથી પડતર માગણીઓ મુદ્દે રજૂઆત અને આદોલન કરી રહ્યાં છે ત્યારે રવિવારે ડીસા એસટી ડેપો ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રીતે રાજયભરના અલગ અલગ વિભાગના કર્મચારી મંડળો પડતર માગણીઓ ના કાયમી ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. જે અંતર્ગત રવિવારે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી વિભાગ) દ્વારા રવિવારે રાજયભરમાં ડેપો ઉપર સૂત્રોચ્ચાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રવિવારે પાલનપુર એસ ટી વિભાગ સંકલન સમિતિ દ્વારા ડીસા ખાતે રાજયસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા ના નિવાસ સ્થાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બાદ એસટી કર્મચારીઓ એ ડીસા બસ સ્ટેશનમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News