ઇંદોરના એમવાય હોસ્પિટલના મોર્ટ્યુરી રૂમમાં મધ્યરાત્રિએ પકડાયેલા કર્મચારી યુવક યુવતીઓ સાથે રંગરલિયાની ઉજવણી કરતા, ફોટો વાયરલ થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 14:50:06
  • Views : 443
  • Modified Date : 2021-03-18 14:50:06

    હોસ્પિટલના મૃતદેહ રૂમમાં મૃતદેહો રાખવામાં આવે છે, પરંતુ વાસનાના ભૂખ્યા લોકો આ સ્થળને પણ પોતાની વાસનાની તરસ છીપાવવા માટે રંગરલિયા મનાવવાનો અડ્ડો બનાવી દે છે. ઘટના મધ્યપ્રદેશના મહારાજા યશવંતરાવ (MY) હોસ્પિટલની છે. અહીંના કેટલાક ફોટો વાયરલ કરવામાં આવ્યા છે જેમાં કઢંગી હાલતમાં બે યુવતી અને બે યુવક નજરે પડી રહ્યા છે. દાવો છે કે આ હોસ્પિટલનો મૃતદેહ રૂમનો નજારો છે.


    આ મૃતદેહ રૂમની સંભાળ રાખવાનો કોન્ટ્રાક્ટ પ્રાઈવેટ કંપની UDSને આપવામાં આવ્યો છે. ફોટો વાયરલ કરનારનું કહેવું છે કે આ કંપનીના કર્મચારી જ છેલ્લા ચાર દિવસથી અહીં રાત્રે યુવતીઓને લઈને આવતા હતા. હોસ્પિટલના કર્મચારીઓને આ બાબતની જાણકારી હતી, પરંતુ હોસ્પિટલ તંત્ર અજાણ હતું. અહીં ગત દિવસોમાં એક વૃદ્ધનો મૃતદેહ લગભગ 158 દિવસ સુધી પડી રહ્યો હતો, ત્યાર બાદ જ તેની સંભાળની જવાબદારી પ્રાઈવેટ કંપનીને સોંપવામાં આવી હતી.

    મંગળવારની રાત્રે જ્યારે કેટલાક લોકો એક મૃતદેહ લઈને ત્યાં પહોંચ્યા તો રૂમમાં યુવતીઓને જોઈને ચોંકી ઉઠયા હતા. યુવતીઓની સાથે યુવક પણ હતા. તેમને આ મુદ્દે સવાલ કરવામાં આવ્યા તો તેમણે કડક શબ્દોમાં જણાવ્યુ હતું કે તેનાથી આપને શું કરવાનું છે? આપ મૃતદેહ મૂકી દો અને અહીંથી ચાલ્યા જાઓ. ત્યાર બાદ મૃતદેહ લઈને આવેલા લોકોએ તેમનાં ફોટા પાડી લીધા હતા. આ જોઈને ત્યાનાં કર્મચારી યુવતીઓને લઈને બહાર આવી ગયા હતા. બાદમાં આ ફોટો વાયરલ થયા હતા.

    આ ઘટના સામે આવ્યા બાદ ફોટોમાં નજરે પડી રહેલા બંને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. MY હોસ્પિટલ અધિક્ષક પી.એસ.ઠાકુરે જણાવ્યુ હતું કે બંને કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે. જ્યારે, કંપનીને આ મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે.


Download Our B K News Today App



Related News