હવામાં અધવચ્ચે વિમાનનું એન્જીન બંધ થયું, મુંબઈ એરપોર્ટ પર કરાવ્યું ઈમરજન્સી લેન્ડીંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-20 15:21:32
  • Views : 340
  • Modified Date : 2022-05-20 15:21:32


એર ઈંડિયાનું પ્લેનનું હવામાં ખરાબ થયું

તાત્કાલિક મુંબઈ એરપોર્ટ પર લેન્ડીંગ કરાવ્યું

તપાસના અપાયા આદેશ

 

ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત એર ઈંડિયાનું A320neo વિમાન ઉડાન ભરતાની સાથે કોઈ ટેકનિકલ ખામીના કારણે 27 મિનિટ બાદ મુંબઈ એરપોર્ટ પર પાછુ આવ્યું હતું. અધિકારીઓએ શુક્રવારે વાતની જાણકારી આપી હતી કે, પ્લેન ઉડ્યા બાદ ટેકનિક ખામી થવાના કારણે એન્જી હવામાં બંધ થઈ ગયું જે બાદ પાયલટે પ્લેનને તુરંત પાછુ એરપોર્ટ પર ઉતારી દીધું હતું.

 

મુંબઈ એરપોર્ટ પર થયું ઈમરજન્સી લેન્ડીંગ

એર ઈંડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બેંગલુરુ જતું પ્લેનના મુસાફરોને ગુરૂવારે બીજા પ્લેનમાં બેસાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાનન નિયામકે ઘટનાની તપાસ કરી રહ્યું છે. એર ઈંડિયાના A320neo વિમાનમાં CFMના લીપ એન્જિન લાગેલા હોય છે. ઘટના વિશે એર ઈંડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એર ઇંડિયાના સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. અમારા વિમાનના પાયલટ અને અન્ય બીજા સ્ટાફ આવી રીતે ઈમરજન્સી સ્થિતિઓના નિવારણ માટે સક્ષમ અને ટેલેન્ટેડ છે. મામલામાં અમારી એન્જીનિયરીંગ અને મેંટેનેસ ટીમે તાત્કાલિક મુદ્દે તપાસ શરૂ કરી દીધી છે. 

 

પાયલટને મળી હતી ચેતવણી

A320neo વિમાન સવારે નવ વાગ્યે 43 મિનિટ પર છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. પણ ઉડાન ભર્યા બાદ થોડી મિનિટોમાં પાયલટને પ્લેનના હાઈ એક્ઝોસ્ટ ટમપરેચર વિશે ચેતવણી મળી. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્જીન બંધ થયા બાદ પાયલટે સવારે દશ વાગ્યેને 10 મિનિટે પ્લેનને પાછુ મુંબઈ એરપોર્ટ પર ઉતારી દીધું હતુ.

 

Download Our B K News Today App



Related News