ડીસા કોલેજમાં મતદાન જાગૃતિ માટે યોજાઇ વકતૃત્વ સ્પર્ધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-06 13:16:36
  • Views : 248
  • Modified Date : 2022-08-06 13:16:36


તા. 5 ઓગસ્ટના રોજ ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના  તથા જ્ઞાનધારા ના સંયુક્ત ઉપક્રમે પ્રોગ્રામ ઓફિસર , અને કન્વીનર  તૃપ્તિબેન સી. પટેલ દ્વારા મતદાન સાક્ષરતા ક્લબ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનુંઆયોજન કરવામાં આવ્યું હતું. 'મૂલ્યનિષ્ઠ મતદાન લોકશાહીનો આધારસ્તંભ' વિષય પર આધારિત વકતૃત્વ સ્પર્ધામાં કુલ ૨૧   વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ એક સૂરમાં જણાવ્યું હતું કે , જો આપણે લોકશાહીને ટકાવવી હોય , વધુ મજબૂત બનાવી હોય તો આપણે ધર્મ , જ્ઞાતિ , જાતિ , પ્રદેશ , ભાષા અને પ્રલોભનોથી થી દૂર રહીને મૂલ્યનિષ્ઠ મતદાન કરવું જોઈએ.  અને એવા પ્રમાણિક ઉમેદવારને ચૂટવો જોઈએ. જે શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપે. આ સ્પર્ધામાં પ્રથમ , દ્વિતીય  અને તૃતીય ક્રમે  અનુક્રમે દેવડા જાની , સુથાર નિશા , રબારી આશા , દેસાઈ અલ્પેશે  સ્થાન મેળવ્યું હતું.

 નિર્ણાયક તરીકે પ્રો. તેજસ આઝાદ  પ્રો. કે. એમ. પટેલ તથા પ્રો. સંકેત પારેખ સેવા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રો. ડૉ.  મિત્તલ વેકરીયા , પ્રો. દિવ્યા પિલ્લાઇ , પ્રો. પ્રીતુ વસાવા , પ્રો. નવનીત રાણા , પ્રો. ભાવનાબેન બોસમિયા ,  પ્રો. અવિનાશ ચૌધરી તથા ક્લાર્ક વિષ્ણુભાઈ નાઇએ સહયોગ આપ્યો હતો. સમસ્ત કાર્યક્રમ આચાર્યશ્રી રાજુભાઈ રબારીના માર્ગદર્શનમાં યોજાયો હતો. જેમાં એન.  એસ. એસ. ના સ્વયંસેવક ભાઈઓબહેનો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  સમસ્ત કાર્યક્રમની સફળતા બદલ નિયામક શ્રી છગનભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.

Download Our B K News Today App



Related News