ડીસાના 11 યુવક યુવતિઓએ ગોવા માં યોજાયેલ એથ્લેટીક્સ સ્પર્ધા માં કાઠું કાઢ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-10 14:21:54
  • Views : 253
  • Modified Date : 2021-09-10 14:21:54

 ડીસાના 11 યુવક યુવતિઓએ ગોવા માં યોજાયેલ એથ્લેટીક્સ સ્પર્ધા માં કાઠું કાઢ્યું

     બનાસકાંઠા અને ડીસાના 11 યુવક યુવતિઓએ ગોવા ખાતે યોજાયેલ નેશનલ ગેમ્સમાં ભાગ લીધો હતો. જેમાં સાત ગોલ્ડ, ત્રણ બ્રોન્ઝ અને એક સિલવર મેડલ મેળવી ડીસા, બનાસકાંઠા સહિત ગુજરાત નું ગૌરવ વધાર્યું છે.

ગોવાના માપુસા શહેરના પેડમ સ્પોર્ટસ સંકુલ ખાતે તા. 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ત્રિદિવસીય નેશનલકક્ષા ની એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ડીસા-કાંટ રોડ પર આવેલ જી.જી.માળી વિદ્યા સંકુલ ના સ્પોર્ટસ શિક્ષક અને કોચ મનિષભાઇ માળીના માર્ગદર્શન હેઠળ ડીસાના ક્યાં યુવતીઓએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ખેલાડીઓએ પણ પોતાનામાં રહેલી શક્તિને ઉજાગર કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. એથ્લેટીક્સ સ્પર્ધા માં ડીસાના ભોયણ ગામના મહેશજી ભુનેશા 1500 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જયારે લાખણી ના ડોડાણા ગામના અલ્પેશ જામાભાઇ દેસાઇ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત 200 મીટર દોડ માં વર્ષા માળી અને દશરથ પઢીયારે ગોલ્ડ તેમજ પ્રકાશ સેમાણીયા બ્રોન્ઝ, 400 મીટર દોડ માં ઋત્વિક મોદી સિલવર અને અશ્વિન જાટે બ્રોન્ઝ, 100 મીટર દોડ માં દિનેશ બોકરવાડીયા ગોલ્ઠ, 800 મીટર દોડ માં દિપક જગાણીયા ગોલ્ડ, 3000 મીટર દોડ માં રાજેશ ચૌહાણ ગોલ્ડ અને ત્રિપલ જમ્પ માં જીગર બોકરવાડીયા ગોલ્ડ મેડલ મેળવી ડીસા, બનાસકાંઠા સહિત ગુજરાત નું ગૌરવ વધાર્યું છે.

અંગે કોચ મનિષભાઇ માળી જણાવ્યું હતું કે, ગોવા ખાતે યોજાયેલ નેશનલ ગેમ્સમાં આપણાં ખેલાડીઓએ ખુબ ઉત્કૃષ્ટ દેખાવ કરી સાત ગોલ્ડ મેડલ, ત્રણ બ્રોન્ઝ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવી દેશભરમાં ડીસા તેમજ બનાસકાંઠા જીલ્લા નું નામ ગુંજતુ કર્યું છે.

Download Our B K News Today App



Related News