ડીસામાં લોકાર્પણની રાહ જોઈ રહેલો એલિવેટેડ બ્રિજ બન્યો સૂમસામ : ટ્રાયલ બાદ પણ બ્રિજ શરૂ ન થતાં ટ્રાફિકની સમસ્યા વધી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-02 12:00:31
  • Views : 373
  • Modified Date : 2021-07-02 12:00:31

     કંડલા પોટ થી દિલ્હી ને જોડતો નેશનલ હાઇવે 27 તે ડીસા શહેરના મધ્યમાંથી પસાર થાય છે.જેથી ટ્રાફિક ની સમસ્યા માથાના  દુખાવા સમાન થઈ ગઈ હતી.તેમજ આ હાઇવે પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાતા હતા.જેમાં અનેક માસૂમ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.ત્યારે આ સમસ્યા થી પીડાતા લોકો એ અનેક વાર સરકારમાં તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી  ને રજુઆત કરી હતી. ત્યારે લોકો ની રજુઆત ને ધ્યાને લઇ સરકાર દ્વારા 222 કરોડ  ના ખર્ચે ડીસા માં હાઇવે પર સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારણ  માટે એલિવેટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો જેથી ટ્રાફિક સમસ્યા થી લોકો ને છુટકારો થાય તેમજ અકસ્માત ના બનાવોમાં પણ ઘટાડો થાય .આ બ્રિજ નું તમામ કામ પુણ થઈ ગયું છે.પરંતુ આ એલિવેટેડ બ્રિજ નું લોકાર્પણ કરવાનું બાકી હોવાથી આ બ્રિજ ચાલુ કરવામાં આવ્યો નથી. જેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે.ત્યારે આજે ડીસા ના ગાયત્રી મંદિર થી  રાજમંદિર સુધી વાહનો ની લાંબી કતારો લાગી હતી.જેના કારણે લોકો બે બે કલાક સુધી ટ્રાફિક માં ફસાયા હતા.તેમજ લોકો રોડ પર આડેધડ વાહનો પાર્ક કરે તેમજ રોગ સાઈડ માં જતા વાહનો ના કારણે આ ટ્રાફિક ની સમસ્યા સર્જાતી હોય  છે.ત્યારે વાહન ચાલકો તેમજ રાહદારી અને લોકો ની માંગ છે.કે સત્વરે આ એલિવેટેડ બ્રિજ ચાલુ કરવામાં આવે તો આ ટ્રાફિક ની સમસ્યા માંથી છુટકારો થઈ શકે.

Download Our B K News Today App



Related News