કોરોનામાં ચૂંટણીઓ : ચૂંટણીવાળા રાજ્યોમાં 6 ગણા સુધી વધ્યા કોરોનાના કેસ, મૃત્યુમાં પણ 45 ટકાનો વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 17:33:49
  • Views : 235
  • Modified Date : 2021-04-15 17:33:49

    દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલુ છે અને સાથે સાથે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ ચાલુ છે. આ પાંચ રાજ્યોમાંથી આસામ, પોંડીચેરી, કેરલ અને તમિલનાડુની ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે, જયારે પશ્ચિમ બંગાળમાં હજી પણ ચાર તબક્કાનું મતદાન થવાનું બાકી છે. કોરોનાની આ બીજી લહેરમાં ચૂંટણી કેટલી ઘાતક બની છે એ આ ચૂંટણીવાળા રાજ્યોમાં વધી રહેલા કોરોનાના કેસ અને મૃત્યુના આંકડા બતાવે છે. ચૂંટણીવાળા રાજ્યોમાં 6 ગણા સુધી કોરોનાના કેસો વધ્યા છે તો સાથે કોરોનાથી થતા મૃત્યુમાં પણ 45 ટકા સુધીનો વધારો થયો છે. આવો જોઈએ કોરોનામાં યોજાયેલી ચૂંટણીવાળા પાંચ રાજ્યના કોરોનાના આંકડાઓનું વિશ્લેષણ.

    આસામમાં 16 થી 31 માર્ચની વચ્ચે 537 લોકોને કોરોના સંક્રમણ થયું. તે સમય દરમિયાન પરિસ્થિતિ વધુ સારી હતી. 1 થી 14 એપ્રિલ આ 14 દિવસ દરમિયાન આસામમાં રેકોર્ડબ્રેક 3398 લોકો કોરોના સંક્રમિત થયા. એટલે કે લગભગ 6 ગણા કેસો વધ્યા છે. 16 થી 31 માર્ચ સુધી કોરોનાને કારણે ફક્ત 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો,જયારે 1 થી 14 એપ્રિલ આ 14 દિવસની અંદર અત્યાર સુધીમાં 15 લોકોના મોત નોંધાયા છે.

    પશ્ચિમ બંગાળમાં 16 થી 31 માર્ચ સુધીમાં ફક્ત 8,062 લોકોને કરોનાનું સંક્રમણ થયું હતું. પશ્ચિમ બંગાળમાં 1 થી 14 એપ્રિલ વચ્ચે કરોનાના કેસો વધીને 41,927 થઈ ગયા છે. એટલે કે લગભગ 5 ગણા જેટલા કેસો વધ્યા.માર્ચમાં કોરોનાને કારણે ફક્ત 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, 1 થી 14 એપ્રિલ આ 14 દિવસમાં અત્યાર સુધીમાં 127 લોકોનાં કોરોનાથી કરૂણ મૃત્યુ થયા છે.

    પોંડીચેરીમાં 16 થી 31 માર્ચની વચ્ચે 1400 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, જયારે 1 થી 14 એપ્રિલ આ 14 દિવસમાં પ્રદેશમાં 3,721 લોકો કોરોના સંક્રમિત થયા, એટલે કે આ 14 દિવસમાં 2.5 ગણા કેસો વધ્યા છે. એ જ રીતે મૃત્યુનાં કેસોમાં પણ વધારો નોંધાયો છે. માર્ચમાં કોરોનાને કારણે 9 મૃત્યુ થયા હતા, જે એપ્રિલમાં અત્યાર સુધીમાં વધીને 15 થઈ ગયા છે.

    તમિલનાડુમાં 16 થી 31 માર્ચદરમિયાન કુલ 25, 244 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો, જયારે 1 થી 14 એપ્રિલ આ 14 દિવસમાં તમિલનાડુમાં 65,458 લોકો કોરોના સંક્રમિત થયા, એટલે કે આ 14 દિવસમાં 2.5 ગણા કેસો વધ્યા છે.તમિલનાડુમાંમાર્ચમાં 163 લોકોનાં મોત થયાં હતાં, જે એપ્રિલમાં અત્યાર સુધીમાં વધીને 232 થઈ ગયા છે.

    કેરળમાં એપ્રિલના 14 દિવસમાં માર્ચ કરતા 2 ગણા કેસો વધ્યા છે. 16 થી 31 માર્ચ દરમિયાન અહીં કુલ 30,390 લોકો કોરોના સંક્રમિત થયા હતા, જયારે 1 થી 14 એપ્રિલ આ 14 દિવસમાં કોરોનાના કુલ 61,793 નવા કેસો નોંધાયા છે. એટલે કે માર્ચ કરતા 2 ગણા કેસો વધ્ય છે. કેરળમાં 16 થી 31 માર્ચ દરમિયાન કોરોનાથી 199 લોકોના મૃત્યુ થયા, જયારે 1 થી 14 એપ્રિલ આ 14 દિવસમાં વધીને 204 મૃત્યુ નોંધાયા છે.

 

Download Our B K News Today App



Related News