આગામી 24 સપ્ટેમ્બરના રોજ શિક્ષણ બોર્ડ ખાતે ચૂંટણી યોજવાની છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-31 16:57:29
  • Views : 193
  • Modified Date : 2024-08-31 16:57:29

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની આગામી 24 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. એ પહેલા શાળા સંચાલક મહામંડળની બેઠક મળી હતી.  ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ગાંધીનગરની મધુર ડેરી ખાતે યોજાઈ જેમા દરેક જિલ્લામાંથી ઉમેદવારી નોંધાવેલા અરજદારો હાજર રહ્યા.શાળા સંચાલક મંડળની ચૂંટણી માટે 8 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આગામી 24 સપ્ટેમ્બરના રોજ શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજવાની છે. બેઠકમાં પ્રમુખ અને મહામંત્રીની પણ ઉપસ્થિતિ રહી હતી. સાંજ સુધીમાં પાર્લામેન્ટ્રી બોર્ડ ઉમેદવારના નામ જાહેર કરશે. પાર્લામેન્ટ્રી બોર્ડ ક્યા ઉમેદવારની પસંદગી કરશે તેના પર નજર છે. નામ જાહેર થતા ઉમેદવાર શિક્ષણ બોર્ડની ચૂંટણીનું ફોર્મ ભરશે. 8 ઉમેદવારે શાળા સંચાલક મંડળની ચૂંટણી માટે ઉમેદાવરી નોંધાવી છે.

Download Our B K News Today App



Related News