બનાસકાંઠા જિલ્લા5 કેન્દ્રો પરથી ગુજરાત માધ્યમિક શાળા સંચાલક સંઘના સભ્યોની ચૂંટણી યોજાઈ : જ શિક્ષકો મોટી સંખ્યમાં મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-26 11:16:32
  • Views : 274
  • Modified Date : 2021-09-26 11:16:32

     ડીસાની મોડલ સ્કૂલ ખાતે ગુજરાત માધ્યમિક શાળા સંચાલક સંઘના સભ્યો ની ચૂંટણી યોજાઈ હતી આમ તો કોઈપણ સહકારી અને સરકાર ને લગતી ચૂંટણી યોજાતી હોય છે પરંતુ આજે સમગ્ર ગુજરાતમાં ગુજરાત માધ્યમિક શાળા સંચાલક સંઘના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ડીસા પાલનપુર થરાદ અને દિયોદર ખાતે ગુજરાત માધ્યમિક સંચાલક સંઘના સભ્યો ની ચૂંટણી યોજાઈ હતી ડીસા ખાતે કાર્યરત મોડેલ સ્કૂલ ખાતે પણ આજે ગુજરાત માધ્યમિક શાળા સંચાલક સંઘના સભ્યોની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણીને લઇ ડીસા તાલુકાના ૮૦૦ થી પણ વધુ શિક્ષકોએ મતદાન કર્યું હતું સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલી ચૂંટણી સાંજ સુધી તમામ શિક્ષકોએ ચૂંટણીમાં ઉત્સાહભેર ભાગ લઈ મતદાન કર્યું હતું. તરફ કોરોનાવાયરસ ની મહામારી ને લઇ સરકાર રોજેરોજ મોટી જાહેરાતો કરી રહી છે પરંતુ આજે યોજાયેલી ગુજરાત માધ્યમિક શાળા સંચાલક સંઘના સભ્યો ની ચૂંટણીને લઇ શિક્ષકો જાણે કોરોનાવાયરસ ની મહામારી ને ભૂલી ગયા હોય તેમ મતદાન મથક પર મોટી સંખ્યામાં એકત્રીત થયેલા જોવા મળ્યા હતા ચૂંટણી આયોજકો દ્વારા એક સ્થળ ઉપર એક રૂમમાં મતદાન નું આયોજન કરવામાં આવેલ હોવાના કારણે તાલુકા માંથી આવેલા ૮૦૦ થી પણ વધુ શિક્ષકો એક સ્થળ પર મતદાન કરવા માટે ભેગા થયા હતા. આજે યોજાયેલી ચૂંટણી બાદ આગામી 28 તારીખે ગુજરાત માધ્યમિક શાળા સંચાલક સંઘના સભ્યો ની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

 

Download Our B K News Today App



Related News