બનાસકાંઠા જીલ્લાની અગ્રણી સહકારી સંસ્થા બનાસ બેંકના ચેરમેનની ચૂંટણી આગામી 24મી મે ના યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-22 10:53:26
  • Views : 350
  • Modified Date : 2022-05-22 10:53:26

 

બનાસ બેંકના ચેરમેન અણદા ભાઈ પટેલે પક્ષના આદેશથી ખૂબજ ટૂંકા ગાળામાં વિવાદો વચ્ચે રાજીનામું આપી દીધું હતું

 

બનાસકાંઠા જિલ્લાના સહકારી બેંક બનાસકાંઠા ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક જે બનાસકાંઠા ચેરમેન અણદાભાઇ પટેલે 1 એપ્રિલ ના  પક્ષનાં આદેશ થી ખુબજ ટૂંકા ગાળામા વિવાદો વચ્ચે રાજીનામુ આપી દીધું હતું જે બાદ ચેરમેન ખાલી પડેલી જગ્યાએ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર ને ચાર્જ સોંપવામાં આવ્યો હતો જોકે હવે બનાસ બેન્કના ચેરમેનપદે માટે ની ચૂંટણી આગામી 24 મી મેં ના થશે

 

સરહદી બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી બેંક ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કે જે બનાસ બેંક ના હુલામણા નામથી ઓળખાય છે. જે બનાસ બેંકના ચેરમેન અણદા ભાઈ પટેલ ગત તા.1 એપ્રિલના રોજ પક્ષના આદેશથી ખૂબજ ટૂંકા ગાળામાં વિવાદો વચ્ચે રાજીનામું આપી દીધું હતું. જે બાદ ચેરમેનની ખાલી પડેલી જગ્યાનો ચાર્જ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરને સોંપવામાં આવ્યો હતો દરમિયાન, બનાસ બેંકના ચેરમેનપદ માટેની ચૂંટણી આગામી 24 મી મે'ના રોજ પાલનપુર પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાશે ભાજપ જેને મેન્ડેટ આપશે તે ચેરમેન બનશે

Download Our B K News Today App



Related News