સૌથી મોટી સહકારી બેંક બનાસબેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી યોજાઈ : 19માંથી 10 બેઠક બિનહરીફ થતાં 9 બેઠકો માટે મતદાન યોજાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-13 12:11:54
  • Views : 379
  • Modified Date : 2021-11-13 12:11:54

 

આપણી બેંક સૌની બેંક ના નામે ઓળખાતી બનાસકાંઠા ની સૌથી મોટી સહકારી બનાસબેંકમાં બોર્ડ ઓફ ડિરેક્ટરો ની ચૂંટણી માટે 10 બેઠકો બિનહરીફ થયા બાદ 9 બેઠકો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે.ત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત તમામ ઉમેદવારો ને મેન્ડેડ પર ચૂંટણી લડાવી રહ્યા છે ત્યારે ભાજપ ના કેટલાક હોદેદારો જે ઉમેદવારી કરતા પાંચ ભાજપ ના હોદેદારો ને પાર્ટીએ સસ્પેન્ડ કરતા રાજકીય ગરમવાયો છે. ત્યારે આજે મતદાન મથકો પર પણ રાજકીય ગરમાવો જોવા મલી રહ્યોં છે.જોકે સત્તા માં પરિવર્તન આવશે કે કેમ મતદાન બાદ ખબર પડશે પરંતુ હાલ મતદારો ને પારખવા મુશ્કેલ બન્યા છે.ત્યારે ડીસા બેઠક પર ચાલુ ડીરેકટર અને હાલ ના ભાજપ ના ઉમેદવાર જીગર દેસાઈ જણાવ્યું હતું કે ભાજપ ના મેન્ડેડ ના ઉમેદવારો ને મત આપી વિજય બનાવશે વિશ્વાસ છે અને હાલમાં બેંક માં સુંદર વહીવટ ચાલી રહ્યો છે ત્યારે સત્તા પરિવર્તન ની જરૂર નથી.

બનાસકાંઠા ના નવ તાલુકા માં મામલતદાર કચેરી ખાતે સવારથી મતદારો પોતાના ડીરેકટર ને ચૂંટવા મતદાન મથકે પહોચ્યા છે અને મતદાન કરી રહ્યા છે જૉ વખતે મતદાન માં ભાજપએ મેન્ડેડ આપતા ભાજપ ના આગેવાનો મતદાન મથક આગળ પહોચ્યા છે. ત્યારે આજે યોજાયેલી બનાસબેન્કની ચૂંટણીમાં ડીસા મામલતદાર ખાતે સવારથી મતદારો લાંબી કતારોમાં ઉભા રહી પોતાના લોકપ્રિય ઉમેદવારોને મતદાન કર્યું હતું. ઉમેદવારો પણ બનાસ બેંક માં વિજય બનાવવા માટે મામલતદાર કચેરી બહાર ઊભા રહી મતદારોને રીઝવતા જોવા મળ્યા હતા. જોકે મતગણતરી બાદ સત્તા કોના હાથ માં આવે છે તે જોવાનું રહ્યું.

Download Our B K News Today App



Related News