ઈલેકશન કાઉન્ટ ડાઉન ઃ કર્મચારીઓને ટ્રેનિંગ અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 07:29:12
  • Views : 410
  • Modified Date : 2019-04-22 07:29:12

લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે ચૂંટણી. ત્યારે આગામી મંગળવારે ગુજરાતની ૨૬ લોકસભા બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરાનાર છે જેને લઈ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પૂર્વેની તમામ તૈયારીઓને સંપન્ન કરી દેવામાં આવી છે. ડીસાની ડી.એન.પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં કુલ ૯૩૯ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં ૩૧૩ પ્રિસાઈડિંગ ઓફિસર, ૩૧૩ પોલિંગ ઓફિસર વન અને ૩૧૩ પોલિંગ ઓફિસરોની નિમણુંક કરવામાં આવી છે. અત્યારે તમામ કર્મચારીઓને ચૂંટણી દરમ્યાન કેવી રીતે ફરજ બજાવવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.


Download Our B K News Today App



Related News