ડીસા તાલુકાના આસેડા ગામે ઉપ સરપંચ માટેની ચૂંટણી યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-03 13:42:46
  • Views : 303
  • Modified Date : 2022-02-03 13:42:46

આજરોજ ડીસા તાલુકાના આસેડા ગામે ઉપ સરપંચની ચૂંટણી યોજાઈ હતી. ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા બાદ આ વર્ષે અનેક નવા ચહેરાઓ ગ્રામજનોએ પોતાના ગામના વિકાસ માટે વિજેતા બનાવ્યા છે તો બીજી તરફ હવે ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી યોજાયા બાદ આજથી ડીસા તાલુકાના તેને અનેક ગામોમાં ઉપ સરપંચની ચૂંટણીઓ રસાકશી ભરી યોજાઈ રહી છે.જેમાં અત્યાર સુધી અનેક ગામમાં વિજેતા બનેલા  સભ્યો દ્વારા ઉપ સરપંચની વરણી ગામના વિકાસ માટે બિનહરીફ કરી રહ્યા છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના આસેડા ગામે પણ ઉપ સરપંચની ચૂંટણી યોજાઈ હતી. 2 સભ્યોએ ઉપ સરપંચ માટે પોતાની દાવેદારી કરી હતી.જે બાદ આજે ચૂંટણી અધિકારીની આગેવાનીમાં યોજાયેલ ચૂંટણીમાં બાબુજી ઠાકોરને 11 મત જ્યારે નિરાલીબેન બારોટને 4 મત મળ્યા હતા. જેથી ઉપ સરપંચ તરીકે બાબુભાઇ ઠાકોરને વિજેતા જાહેર કરાયા હતા.આજે આસેડા ગામે યોજાયેલ ચૂંટણીમાં ઉપ સરપંચ તરીકે બાબુજી ઠાકોર વિજેતા બનતા ગ્રામજનોએ અને તેમના સમર્થકોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી અને આગામી સમયમાં આસેડા ગામનો વધુમાં વધુ વિકાસ થાય અને દરેક સમાજના લોકોનું કામ થાય તે માટે પણ શુભકામનાઓ પાઠવી હતી.આ ચૂંટણીમાં આસેડા ગામના સરપંચ બબીબેન દેસાઈ અને ઉપ સરપંચ બાબુજી ઠાકોર ને  કાર્યકર્તાઓ અને ગામ પંચાયતના સભ્યશ્રી અને તલાટી કમ મંત્રી ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગ્રામજનો હાજર રહી નવા બનેલા  શુભેચ્છાઓ પાઠવી હતી.

Download Our B K News Today App



Related News