રાજ્યસભાની 3 બેઠક માટે 24 જુલાઈએ ચૂંટણી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-06 15:21:52
  • Views : 115
  • Modified Date : 2023-07-06 15:21:52

ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠક માટેની ચૂંટણીને લઈને કેન્દ્ર ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું છે. ગુજરાતની 3 બેઠક માટે 24 જુલાઈએ ચુંટણી યાજાશે. રાજ્યસભાની ચૂંટણી મુદ્દે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ થાય એવી શક્યતાછે.ગુજરાતની 3 બેઠક માટે 13 જુલાઇ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ત્રણ કરતા વધુ ફોર્મ આવશે તો મતદાન યોજાશે. તેમજ ત્રણ જ ફોર્મ ભરાશે તો બિનહરીફ જાહેર કરાશે. તેથી લગભગ 17 જુલાઇ સુધી ચિત્ર સ્પષ્ટ થઇ જશે.રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મંથન શરૂ કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા 4 ઝોનમાંથી 8 થી 12 નામની પેનલ બનાવામાં આવી છે. જ્ઞાતિગત સમીકરણોને આધારે પેનલ તૈયાર કરાઈ છે. ત્યારે ગુજરાતમાંથી એક બેઠક પર એસ જયશંકર યથાવત રહેવાની શક્યતા છે. તો અન્ય 2 ચેહરાઓ બદલાવાની શક્યતા છે.દિલ્હી ખાતે 7 જુલાઈએ સંગઠનની બેઠક યાજાશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહેશે. સંગઠનની બેઠક બાદ રાજ્યસભાની ચૂંટણીને લઈને અલગથી બેઠક થશે. જેમાં પેનલ રજૂ કરાશે.

Download Our B K News Today App



Related News