ડાંગ, મોરબી સહિતની 4 બેઠકો પર જિલ્લા કક્ષાએ અને 4 બેઠકોનું સ્થાનિક કક્ષાએ મતગણતરી થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-05 12:46:15
  • Views : 298
  • Modified Date : 2020-11-05 12:46:15

            ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે 3 નવેમ્બરે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી . તમામ 8 બેઠક પર કુલ સરેરાશ 58 મતદાન થયું હતું. ત્યારે હવે મત ગણતરીની તૈયારીઓ ચૂંટણી પંચે શરૂ કરી છે અને મત ગણતરીના સ્થળોની જાહેરાત કરી છે. જેમાં જે આઠ બેઠકોની પેટાચૂંટણી થઈ છે તે પૈકીની 4 જગ્યાએ સ્થાનિક કક્ષાએ અને 4 સ્થળોએ જિલ્લા કક્ષાએ મતગણતરી થશે. જેમાં મોરબી પણ સામેલ છે. 3જીએ યોજાયેલી ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર 74.71 ટકા અને સૌથી ઓછું ધારી બેઠક પર 45.74 ટકા મતદાન થયું હતું.3જી નવેમ્બરે યોજાયેલી ચૂંટણી બાદ 10 નવેમ્બરે મતગણતરી યોજાવા જઈ રહી છે. ત્યારે તેની તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. ચાર બેઠક પર સ્થાનિક કક્ષાએ તેમજ ચાર બેઠક પર જિલ્લા હેડક્વાર્ટર ખાતે મતગણતરી યોજાશે. જ્યારે પેટાચૂંટણી યોજાઈ તેવી મોરબી અને ડાંગ બેઠક પણ જિલ્લા હેડક્વાર્ટર છે એટલે તેના સહિત અબડાસા, લીંબડી, ગઢડા અને ધારીમાં પણ સ્થાનિક કક્ષાએ મતગણતરી થશે. જેને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડી બેઠક પરથી અનુક્રમે પ્રદ્યુમનસિંહ જાડેજા, જે.વી. કાકડિયા, પ્રવીણ મારૂ, મંગળ ગાવિત, સોમા પટેલે રાજીનામા આપ્યાં હતાં. ત્યારબાદ જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડા બેઠક પરથી જિતુ ચૌધરી અને મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે પેટાચૂંટણી યોજાઈ હતી.

Download Our B K News Today App



Related News