એક યુગ....અંત તરફ.....!!!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 07:18:11
  • Views : 1190
  • Modified Date : 2019-04-11 07:18:11

એક યુગ હતો...જગતનો તાત ખેડૂત બે બળદની જાડી થકી ખેતી કરતો......બળદગાડું રાખતો......પોતાનાં ખેતરમાં થયેલ પાક ઉત્પાદનની બોરીઓ બળદગાડામાં ભરીને મલકાતો...મલકાતો ઘરે જતો હોય....તો વળી ક્યારેક બળદગાડામાં પોતાના ઢોર-ઢાંખર માટે ઘાસચારાના પૂળા ભરીને જતો જાવા મળતો. ગામમા કે આ ગામથી બીજેગામ જવા બળદગાડામાં બેસીને જતાં અને એથી વિશેષ વરરાજા પરણવા જતો હોય તો જાન પણ બળદગાડામાં જતી... પરંતુ આજના આધુનિક હરણફાળ વૈજ્ઞાનિક ટેકનોલોજી યુગમાં વિવિધ  યાંત્રિક વાહનોની સગવડ થતાં હાલમાં પૌરાણિક દ્રશ્યો દુર્લભ થવાના આરે જઈ લુપ્ત થતાં જાવા મળી રહ્યા છે. જેના કારણે એક યુગ ....અંત તરફ જતો જાવા મળી રહ્યો છે.                         

Download Our B K News Today App



Related News