એક તરફી પ્રેમમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-09 13:05:26
  • Views : 773
  • Modified Date : 2019-05-09 13:05:26

રાજ્યમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની લીરે લીરા ઉડાડતી ઘટના સામે આવી છે. અમદાવાદ નજીકના બાવળા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં યુવતીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો છે.અમદાવાદ નજીકના બાવળા બસ સ્ટેનડ બહાર બુધવાર સાંજે મિતલ જાદવ અને તેની બહેન જઇ રહી હતી. ત્યારે કેતન વાઘેલા સહીત ત્રણ લોકો બાઇક પર અવ્યા અને મૃતક મિતલ જાદવને બળજબરી લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. મિતલે જવાનો ઇન્કાર કર્યો અને આરોપીઓનો પ્રતિકાર કર્યો હતો. ત્યારે આરોપી કેતન મિતલને છરીના ઘા મારી ફરાર થઇ ગયો હતો. આ તમામ દ્રશ્યો હાજર કોઇ વ્યક્તિએ પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધા હતા અને વીડિયો વાયરલ કર્યો હતો.

Download Our B K News Today App



Related News