ગુજરાત ચૂંટણી માટે આપે જાહેર કરી આઠમી યાદી : દેહગામથી યુવરાજસિંહ જાડેજા લડશે ચૂંટણી

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-11-01 12:31:15
  • Views : 204
  • Modified Date : 2022-11-01 12:31:15

     ગુજરાત ચૂંટણીને આડે હવે થોડો જ સમય બાકી છે ત્યારે રાજ્યમાં રાજકારણ ગરમાઇ રહ્યું છે. આ સાથે તમામ પક્ષના નેતાઓ મતદારોને પોતાની તરફ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો આજે ગુજરાત આમ આદમી પાર્ટીએ ચૂંટણી ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. જેમાં દહેગામથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે.આપે જાહેર કરેલી ઉમેદવારોની યાદી પ્રમાણે, દહેગામથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી લડશે. આ સાથે મહીપતસિંહ ચૌહાણ માતરથી ચૂંટણી લડશે. વડોદરા શહેરથી ચંદ્રિકાબેન સોલંકી, એલિસબ્રિજથી પારસ શાહ, નારણપુરાથી પંકજ પટેલ, મણિનગરથી વિપુલ પટેલ, ધંધુકાથી કેપ્ટન ચંદુભાઈ બામરોલિયા, અમરેલીથી રવી ધાનાણી, લાઠીથી જયસુખ દેત્રોજા, રાજુલાથી ભરત બલદાણિયા ચૂંટણી લડશે. આ સાથે ભાવનગર પશ્ચિમથી રાજુ સોલંકી, રાધિકા રાઠવા જેતપુર પાવીથી આ ઉપરાંત અજીત ઠાકોર ડભોઈથી અને અકોટાથી શશાંક ખરે ચૂંટણી લડશે.આપ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી સાતમી યાદીમાં કુલ 13 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કડીથી એચકે ડાભી, ગાંધીનગર નોર્થથી મુકેશ પટેલ, વઢવાણથી હિતેશ પટેલ, મોરબીથી પંકજ રંસારીયા, જસદણથી તેજસ ગાજીપરા, જેતપુર (પોરબંદર)થી રોહિત ભુવા, કાલાવાડથી ડો.જીજ્ઞેશ સોલંકી, જામનગર રુલરથી પ્રકાશ ડોંગા, મહેમદાબાદથી પ્રમોધભાઇ ચૌહાણ, લુનાવાડાથી નટવરસિંહ સોલંકી, સંખેડાથી રંજન તડવી, માંડવી (બારડોલી)થી સાયનાબેન ગામીત, મહુવા (બારડોલી)થી કુંજન પટેલને ટિકિટ આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News