ધૂપના ધુમાડાની બબાલમાં જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે ધીંગાણું, ધોકા-લાકડીના હુમલામાં આઠ લોકો ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-03 14:48:50
  • Views : 57
  • Modified Date : 2025-04-03 14:48:50

 જામનગરના મોરકંડા રોડ પર રબ્બાની પાર્ક સોસાયટીમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે ઘરમાં કરેલા ધૂપના ધુમાડાના પ્રશ્ને બંને પરિવારો વચ્ચે તકારાત થયા બાદ ધીંગાણું ખેલાયું હતું, અને સામસામા હુમલા કરાયા હતા, જેમાં બંને પક્ષની આઠ વ્યક્તિઓ ઘાયલ થઈ છે. જે બનાવ મામલે બંને પક્ષની સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ ની વિગત એવી છે કે જામનગરમાં મોરકંડા રોડ પર રબ્બાની પાર્ક શેરી નંબર-1માં રહેતા કાસીમભાઈ ઇસાભાઈ હિંગોરા નામના 23 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના માતા, ભાઈ અને બહેન વગેરે ઉપર છરી ધોકા પાઇપ લાકડી જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા માઈનોર બેન આસિફભાઇ ચૌહાણ, આસિફભાઇ ચૌહાણ, ઝાકીર મોહમ્મદ ગોરી, રેહાન ઝાકીરભાઇ ગોરી, આયાન રફાઈ, સોહિલ, નજમાબેન ઝાકીર ભાઈ ગોરી, ફિઝાબેન જાકીરભાઇ ગોરી અને સાનિયાબેન ઝાકીરભાઇ ગોરી સહિત નવ પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

Download Our B K News Today App



Related News