કલોલ પાસે અમદાવાદની ૩ યુવતી સહિત ૮ યુવતી દારૂની મહેફિલ માણતી પકડાઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-05 11:37:25
  • Views : 336
  • Modified Date : 2020-10-05 11:38:37

          અમદાવાદની 3 યુવતી સહિત આઠ નબીરા કલોલ તાલુકાના અઢાણા ગામ પાસે એક ઘરમાં દારૂ મહેફિલ માણતા ઝડપાયાં હતાં.  સાંતે જ પોલીસે વહેલી સવારે ઘટનાસ્થળે દરોડો પાડ્યો ત્યારે દારૂની બે ખાલી બોટલ, સિગારેટના ખાલી ખોખાં, ઠંડા પીણાં, સોડા વેફર મળી આવ્યાં હતાં. પોલીસે ત્રણ કાર સહિત 21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બે યુવતી સહિત પાંચ યુવક પીધેલાં મળી આવ્યાં હતાં. પોલીસના જણાવ્યાનુસાર, ઝડપાયેલા યુવાનોમાંથી સાર્થક શાહે બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. અઢાણા ગામની સીમમાં અરવિંદ અપલેન્ડની સામે આવેલી કર્મભૂમિ-1ના મકાન નં.54માં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો ત્યારે બે યુવતી સહિત પાંચ યુવક પીધેલાં મળી આવ્યાં હતાં. જ્યારે અઢાણાના જે ઘરમાં મહેફિલ ચાલતી હતી તે ઈશાનરાજ ભાટિયાનું હોવાનું જાણવા મળ્યું હતું.

Download Our B K News Today App



Related News