પાલનપુર ખાતે સરકારી અનાજ ગોડાઉનમાં ગરીબ નો જથ્થો બારોબાર વેચી મારી કૌભાંડ આચરનાર ગોડાઉન મેનેજર અને ઓડિટરની પોલીસે અટકાયત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-29 11:48:13
  • Views : 549
  • Modified Date : 2021-09-29 11:48:13

     પાલનપુર ખાતે આવેલ સરકારી અનાજ ગોડાઉન માંથી આઠ મહિના અગાઉ મેનેજરે 1.91 કરોડ રૂપિયાનો અનાજનો જથ્થો બારોબાર વેચી કૌભાંડ આચર્યુ હોવાની ઘટના બની હતી. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ અચાનક વિજિલન્સ ની ટીમે તપાસ કરતા માલ ગોડાઉન મેનેજર નાગજીભાઈ રોત, ડોરસ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર એમ બી ઠાકોર અને કિરણ એન્ડ પ્રદીપ એસોસિએટ ના પ્રતિનિધિ વિશાલ પંછીવાલા ભેગા મળી ગરીબોનો અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરી દીધો હતો અને કુલ 1.91 કરોડ રૂપિયાનો અનાજનો જથ્થો બારોબાર વેચી કૌભાંડ આચર્યું હતુંજે અંગેની ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ અત્યાર સુધી નાસતા ફરતા હતા. જ્યારે ડીસા ડીવાયએસપી ડો. કુશલ ઓઝા ની ટીમે કૌભાંડી મેનેજર અને ઓડિટર ને ઝડપી પાડી પાલનપુર એસીબી ની કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે તેમજ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ની શોધખોળ હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે અનાજ ગોડાઉનમાંથી આટલું મોટું કૌભાંડ આચરવામાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા હોવાની પોલીસને પૂરેપૂરી શંકા છે. જેથી અનાજનો જથ્થો ક્યાં ક્યાં વેચ્યો છે તે દિશા માં પણ પોલીસ તપાસ કરી રહી છે.

Download Our B K News Today App



Related News