ડીસા તાલુકાના નાની આખોલ ગામેથી જુગાર રમતા આઠ ઝાડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-13 12:14:12
  • Views : 337
  • Modified Date : 2022-08-13 12:14:12

 

ડીસા તાલુકાના નાની આખોલ ગામેથી જુગાર રમતા આઠ શખ્સો ને ઝાપી ડીસા તાલુકા પોલીસે રોકડા રૂા. ૧૬,૨૩૦/- તથા મોબાઇલ નંગ-૫  સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.

 

ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.ચૌધરીની રાહબરીમાં  પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા-ફરતા ડીસા તાલુકાના નાની આખોલ ગામે  દશરથસિંહ મોડજી પરમારના ઘરની બહાર આગળ ખુલ્લી જગ્યામાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે ઓચિંતી રેડ કરતા જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી લીધા હતા.તેઓની પાસેથી રોકડા રૂા. ૧૬,૨૩૦ તથા મોબાઇલ નંગ-૫,કિં.રૂા. ૭,૦૦૦ કુલ કિં.રૂા. ૨૩,૨૩૦ ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ વિરૂધ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.


જેમાં ઝડપાયેલ આરોપીઓ 

 

(૧) વિજયસિંગ ખુશાલસિંગ પરમાર (દરબાર)

(૨) દિપકસિંગ મોડજી પરમાર(દરબાર)

(૩) શંકરસિંગ માલસિંહ પરમાર(દરબાર)

(૪) વિક્રમસિંગ નટવરસિંગ પરમાર(દરબાર)

(૫) કરણસિંગ રૂપસિંગ પરમાર(દરબાર)

(૬) દશરથસિંગ મોડજી પરમાર(દરબાર)

(૭) પ્રવિણસિંગ મંગલસિંગ પરમાર,

તમામ. રહે.નવાવાસ,આખોલ નાની,તા.ડીસા, જિ.બનાસકાંઠા.

(૮) બાપુસંગ પુજાજી ઝાલા (દરબાર)રહે.ઠાકોરવાસ,વિરતા ,તા.જી. મહેસાણા. વધુ તપાસ હાથ ધરી છે...

Download Our B K News Today App



Related News