ડીસાના ધુળીયાકોટ વિસ્તારમાં આવેલ ઇન્દીરાનગર સોસાયટીમાંથી જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-19 12:31:30
  • Views : 516
  • Modified Date : 2021-08-19 12:31:30

     ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ લોકો જુગાર રમતા જોવા મળતા હોય છે ત્યારે ડીસામાં શ્રાવણ માસ ના મહિનામાં જુગાર રમતા શખ્સો પર પોલીસે તબાહી મચાવી છે ત્યારે ગત મોડીરાત્રે બનાસકાંઠા એલસીબી ને બાતમી મળી હતી કે. ડીસાના ધુળીયા કોટ વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગર સોસાયટીમાં ત્રણ પતિ નો હાર જીત નો જુગાર રમી રમાડી રહ્યા છે. જેથી એલસીબીએ બાતમીના આધારે રેડ કરતા ઇન્દિરા નગર સોસાયટીમાંથી જુગાર રમતા આઠ શખ્સો ને 57,410 ના મુદામાલ સાથે ઝડપી પાડી  ડીસા ઉત્તર પોલોસ ને સોંપી આ તમામ વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી . પાલનપુર એલસીબી પોલીસે ડીસાના ધુડીયાકોટ વિસ્તારમાં જુગાર રમતા હરજીભાઈ અણદાભાઈ માળી, ભુરાભાઈ કરમશીભાઈ માળી, વિક્રમભાઈ હેમજીભાઈ માળી, પ્રકાશભાઈ હરજીભાઈ માળી, રાણાભાઇ રૂપશીભાઇ માળી, રૂડાભાઈ શીવાભાઈ માળી, મોતીભાઈ રત્નાભા માળી, રાજુભાઇ ભગવાનભાઇ માળી વાળાઓ સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News