બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ કેસમાં આઠ પશુઓના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-31 11:37:00
  • Views : 280
  • Modified Date : 2022-07-31 11:37:00

 

 

બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં વધતા જતા લંપી વાયરસના કારણે પશુપાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે વધતા જતા લંપી વાયરસ કેસમાં આજે વધુ 8 પશુઓના જિલ્લામાં મોત થતા અત્યાર સુધી 33 પશુઓના મોત થયા છે.

 

    બનાસકાંઠા જિલ્લાને આમ તો વર્ષોથી પછાત જીલ્લો માનવામાં આવે છે પછાત જીલ્લો ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વર્ષોથી ખેતી કરતા હતા પરંતુ સમય બદલાતા બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને કુદરતી આફતોના કારણે અનેક ઘણો નુકસાન વેચવાનો વારો આવ્યો જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પશુપાલન તરફ પડ્યા હતા વધતા જતા પશુપાલનને લઈ બનાસકાંઠા જિલ્લામાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી બનાસડેરીની સ્થાપના થતા ની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે પશુપાલનનું પ્રમાણ વધતું ગયું અને આજે જોત જોતામાં મહિલાઓ આજે પશુપાલન ક્ષેત્રે લાખો કરોડો રૂપિયા કમાઈ રહે છે.

 

- લંપી વાયરસનો જિલ્લામાં કહેર

 

    બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે લોકો પશુપાલન ક્ષેત્રે જોડાયેલા છે જેના કારણે દરેક ખેડૂતની પાસે હાલમાં સરેરાશ ૧૫થી પણ વધુ પશુઓ જોવા મળી રહ્યા છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી લંપી વાયરસ એ પગ પેસારો કર્યો છે ત્યારથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લામાં 10 થી 15 પશુઓમાં લંપી વાયરસના કેસ જોવા મળ્યા હતા પરંતુ જોતજોતામાં બનાસકાંઠા જિલ્લામાં એક સાથે પશુ ભેગા થતા અનેક પશુઓમાં લંપી વાયરસ ના લક્ષણો જોવા મળ્યા હતા. સતત બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા લંપી વાયરસના કેસને લઈ જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું હતું અને પશુઓમાં વધુ લમ્પી વાયરસ ના ફેલાય તે માટે 16 ટીમો બનાવી અલગ અલગ તાલુકાઓમાં પશુઓની સારવાર આપવાની શરૂઆત કરી હતી તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં હાલ લંબી વાયરસ તેનો અસલી કહેર બતાવી રહ્યું છે અને રોજે રોજ અસંખ્ય પશુઓ લંપી વાયરસના ભરડામાં આવી રહ્યા છે.

 

- લંપી વાયરસથી પશુઓના મોતની સંખ્યામાં વધારો

 

    બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં લંપી વાયરસ તેનો અસલી કહેર બતાવી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં આજે વધતા જતા લંપી વાયરસ કેસમાં વધુ આઠ પશુઓના મોત નિપજ્યા છે. અત્યાર સુધી લંપી વાયરસના શહેરમાં બનાસકાંઠા જિલ્લામાં 33 થી પણ વધુ પશુઓના મોત નિપજ્યા છે.આજે બનાસકાંઠા જિલ્લાના 27 ગામોમાં 324 પશુઓ લંટી વાયરસના કારણે સંક્રમિત થયા હતા. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાના નવ તાલુકામાં 165 ગામના પશુઓ લંપી વાયરસ કેસથી સંક્રમિત થયા છે સતત વધતા જતા લંપી વાયરસના કેસના કારણે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા આજે વધુ 81 ગામોમાં પશુઓને રસીકરણ કરાયું હતું હાલમાં બનાસકાંઠા જિલ્લામાં અન્ય પશુઓમાં લંપી વાયરસ ન ફેલાય તે માટે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે.

 

- લંપી વાયરસથી બચવા પશુપાલકોએ શું કરવું જોઈએ

 

આ વાઇરસમાં મરણનું પ્રમાણ 1 થી 2 ટકા જ છે. જે પણ પશુમાં આ વાઇરસના લક્ષણો દેખાય તેને અન્ય પશુથી અલગ રાખીને આઇસોલેટ કરવામાં આવે, તેની ખાવા-પીવાની વ્યવસ્થા અલગ રાખવી જોઇએ. લમ્પી વાઇરસના લક્ષણો દેખાય તો પશુપાલકો દેશી ઉપચાર તરીકે ઉકાળો પણ આપી શકે છે. આ ઉકાળામાં નાગરવેલનું પાન, કાળા મરી, 10 ગ્રામ મીઠું અને જરૂરીયાત મુજબ ગોળનો ઉપયોગ કરી તે આપવાથી પશુની રોગપ્રતિકારક શક્તિનો વધારો થશે. મિનરલ મિક્ચર આપવાથી પણ ઇમ્યુનિટીમાં વધારો થશે. પશુને સારવાર આપતી વખતે હાથ સારી રીતે ધોવા જોઇએ. જેથી બીજા પશુઓમાં ચેપ ફેલાય નહીં. પશુઓને ઉકરડાથી દૂર રાખી સાંજના સમયે રાત્રે ધુમાડો કરવામાં આવે જેથી માખી, મચ્છર અને ઉતરડીથી આ રોગને પ્રસરતો અટકાવી શકાય.

 

Download Our B K News Today App



Related News