ડીસામાં ઈદ ઉલ અઝહા પર્વની કોમી એકતાના માહોલમાં ઉજવણી કરાઈ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-11 12:11:20
  • Views : 219
  • Modified Date : 2022-07-11 12:11:20


ડીસા માં ઈદ ઉલ અઝહા પર્વ ની કોમી એકતા ના માહોલ માં ઉજવણી કરાઈ હતી વરસાદી માહોલ હોવાથી શહેરની દરેક મસ્જિદો માં ઈદ ઉલ અઝહા ની નમાઝ અદા કરવામાં આવી હતી જેમાં સેહની મક્કા મસ્જિદ, મદીના મસ્જિદ, ઓલિયા મસ્જિદ, મિનારા મસ્જિદ, જુમ્મા મસ્જિદ, અસગરી મસ્જિદ, રિસાલા મસ્જિદ, સૂકુન મસ્જિદ, ટાટવાળી મસ્જિદ, ગરીબ નવાઝ મસ્જિદ, સ્ટેશન મસ્જિદ સહિત શહેરની દરેક મસ્જિદો મસ્જિદ ના  માં પેશ ઇમામોએ ઈદ ઉલ અઝહા ની નમાઝ ઉપસ્થિત લોકો એ તેમની ઇમામત હેઠળ નમાઝ અદા કરી હતી આ પ્રસંગે ઇમામ સાહેબો એ જણાવ્યું કે હઝરત ઇબ્રાહિમ (અ.સ ) તથા હઝરત ઇસ્માઇલ (અ.સ.)ની કુરબાની ને જીવંત રાખી ઈદ ઉલ અઝહા ની ઉજવણી કરવા જણાવ્યું હતુ ઓલિયા માજિદ ખાતે  સૈયદ મોહમદ અલી બાવાએ જણાવ્યું કે હઝરત મોહમદ પયગમ્બર સાહેબે આપેલા ગુણો જીવનમાં ઉતારી એક અને નેક બની ઈદ ઉલ અઝહા ની ઉજવણી કરવા જણાવ્યું હતું આ પ્રસંગે નમાઝ બાદ મુસ્લિમો પોતાના પૂર્વ જનો ને યાદ કરવા કબ્રસ્તાન જઈ દુઆગો ગુજારી હતી ત્યાર બાદ એક મેક ને ઈદ મુબારક બાદી પાઠવી ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે સેહર પોલીસ દ્વારા ચુસ્ત બનદોબસ્ત ગોઠવી પ્રસંગ ને સફળ બનાવ્યો હતો

Download Our B K News Today App



Related News