થરા મદની તથા જૂની મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ ઈદુલ અદહાની નમાજ અદા કરી બકરી ઈદની ઉજવણી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-22 11:34:05
  • Views : 213
  • Modified Date : 2021-07-22 11:34:05

     ચાંદ નિહાળવાના દસ દિવસ પછી બકરી ઈદની ઉજવણી કરવામાં આવે છે અને વર્ષે ઈસ્લામિક કેલેન્ડર મુજબ ૧૨ માં મહિનાની ૧૦ મી તારીખે તહેવારની ઉજવણી કરવામાં આવશે.ઈસ્લામ ધર્મમાં બકરી ઈદના પર્વનું ખાસ મહત્વ છે. તહેવાર લોકોને એક વિશેષ સંદેશ આપે છે.બકરી ઈદને અરબીમાં 'ઈદ ઉલ ઝુહા' કહેવામાં આવે છે. અરબીમાં 'બકર' એટલે મોટા પ્રાણીનો કતલ થાય છે,ઈદ કુર્બાનનો અર્થ છે 'બલિદાનની ભાવના' અને 'કરબ' એટલે નજીક અથવા ખૂબ નજીક રહેવું, જેનો અર્થ છે કે, પ્રસંગે માનવ ભગવાનની ખૂબ નજીક આવે છે. અરાફાહ અથવા મુસ્લિમ યાત્રા (હજ) ૧૮ જુલાઈની સાંજે શરૂ થઈ હતી અને તે જુલાઈ ૧૯ ના રોજ સમાપ્ત થયેલ અને આજ રોજ તા.૨૧/૦૭/૨૦૨૧ ના રોજ સવારે મદની મસ્જિદ અને જુના ગામતળમાં આવેલ મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો ઈદુલ અદહાની સવારે નમાજ અદા કરેલ જેમાં મસ્જિદના મૌલાના અલીશેર અકબરી તથા મસ્જિદના ટ્રસ્ટીઓ અને મુસ્લિમ બિરાદરોએ એક બીજાને ઈદની મુબારક બાદી પાઠવેલ ત્યારે મોરવાડિયા મયૂદીન,જમાલખાન કે.ઘોરી,સુલ્તાનભાઈ,રફીકભાઈ મનસૂરી (વકીલ),જાકિરભાઈ મેમણ, મુકદરસા ફકીર,રફીકભાઈ પઠાણ,યુસુફભાઈ મેમણ., ઉસ્માનભાઈ સાચોરા,ઈંદ્રિશ મેમણ,નુરૂભાઈ કલરવાળા, રસુલભાઈ સાચોરા,વગેરે મુસ્લિમ બિરાદરો સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ઈદ મુબારક પાઠવેલ.

Download Our B K News Today App



Related News