ડીસા ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને શૈક્ષણિક સુધારણા સેમિનાર યોજાયોઃ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-07 10:31:56
  • Views : 217
  • Modified Date : 2022-05-07 10:31:56


૧૧૪ શિક્ષણ સહાયકોને પુરા પગારના આદેશ અપાયા

 

બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ- કર્મચારી મંડળ, ઘટક સંઘ બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે ડીસા મુકામે જલારામ પાર્ટી પ્લોશટ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યસ્થાને શૈક્ષણિક ગુણવત્તા સુધારણા સેમિનાર યોજાયો હતો. પ્રસંગે સરકારી માધ્યમિક શાળાઓના ૧૧૪ શિક્ષણ સહાયકોને મંત્રીશ્રીના હસ્તે પુરા પગારના આદેશ એનાયત કરવામાં આવ્યા હતા. પ્રસંગે મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે શિક્ષકોની ભૂમિકા અને તેનાથી શૈક્ષણિક ક્ષેત્રે આવનાર આમૂલ પરિવર્તનો અંગે વિસ્તૃત સમજ આપી હતી. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, ઉચ્ચ શિક્ષણ નાયબ નિયામકશ્રી મહેશભાઇ મહેતા, બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. નરેન્દ્રસિંહ બી. ચાવડા સહિત જિલ્લાની સરકારી શાળાના શિક્ષકો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.....

Download Our B K News Today App



Related News