ગુજરાતમાં કોરોનાકાળમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 11:46:58
  • Views : 268
  • Modified Date : 2021-03-15 11:46:58

    કોરોનાકાળ વચ્ચે આજથી શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ છે. આજથી ધો,3થી 8ના વિધાર્થીઓની પ્રથમ કસોટી શરૂ થઈ છે. 22 માર્ચ સુધીમાં પરીક્ષા પૂર્ણ કરાશે અને ખાનગી,સરકારી, ગ્રાન્ટેડ શાળાઓના પ્રશ્નપત્ર સમાન રહેશે. ગુજરાતમાં 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાની પૂરેપૂરી શક્યતા છે. રાત્રિ કર્ફ્યૂ 31 માર્ચ સુધી લંબાઇ શકે છે. આજે રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ થાય છે. જ્યારે દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પ્રચારમાં બેદરકારીના કારણે કોરોનાના કેસ વધ્યા છે. ઉપરાંત ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં પણ કોઇ નિયમોનું પાલન નથી થતું. જેના કારણે કોરોનાના કેસ વધી શકે છે.

* રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો:

   એક જ દિવસમાં નોંધાયા 810 કેસ

રાજ્યમાં કુલ 54 દર્દીઓ વેન્ટિલેટર પર

-રાજ્યમાં કોરોનાના 4 હજાર 422 એક્ટીવ કેસ.

-કોરોનાથી રાજ્યમાં એક દિવસમાં 2 દર્દીના મૃત્યુ.

-રાજ્યમાં કુલ 2 લાખ 69 હજાર 361 દર્દીઓ સાજા થયા

-અમદાવાદમાં એક દિવસમાં 165 કેસ નોંધાયા.

-સુરત શહેરમાં 217 કેસ,સુરત ગ્રામ્યમાં 24 વધુ કેસ.

-વડોદરા શહેરમાં 95 કેસ,ગ્રામ્યમાં વધુ 22 કેસ .

-રાજકોટ શહેરમાં 61 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 9 કેસ.

-ભાવનગરમાં 29 કેસ, ગાંધીનગરમાં વધુ 16 કેસ નોંધાયા.

-જામનગરમાં 6 કેસ, જૂનાગઢમાં 5 કેસ.

-કચ્છમાં 7, મહેસાણામાં વધુ 18 કેસ નોંધાયા.

-ગીર સોમનાથમાં 5, દાહોદમાં વધુ 10 કેસ નોંધાયો.

-ભરૂચમાં 8, નર્મદામાં 2, ખેડામાં વધુ 17 કેસ નોંધાયા.

-આણંદમાં 13, અમરેલીમાં વધુ 5 કેસ નોંધાયો.

-પંચમહાલમાં 17, દ્વારકામાં વધુ 2 કેસ નોંધાયા.

-મોરબીમાં 13, સુરેન્દ્રનગરમાં વધુ 1 કેસ નોંધાયો.

-મહીસાગરમાં 5, નવસારીમાં વધુ 5 કેસ નોંધાયા.

-સાબરકાંઠામાં 9, છોટા ઉદેપુરમાં વધુ 6 કેસ નોંધાયા.

-બનાસકાંઠામાં 3, વલસાડમાં વધુ 3 કેસ નોંધાયા.

-તાપી 1, અરવલ્લીમાં 1, પાટણમાં વધુ 10 કેસ નોંધાયા.

-પોરબદંર, બોટાદ, ડાંગમાં આજે એકપણ કેસ નહી.

 

Download Our B K News Today App



Related News