ગાંધીનગર સેકટર-૨૦ સરકારી પ્રાથમિક શાળા ખાતે આયોજિત શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કેન્દ્રની શિક્ષણ મંત્રીએ મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-25 13:19:19
  • Views : 313
  • Modified Date : 2021-08-25 13:19:19

     શિક્ષકની ગુણવત્તા હશે, તો બાળકની ગુણવત્તા વધશે, તેવું આજરોજ સેકટર- ૨૦ ખાતે યોજાયેલ શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં સહભાગી થવા આવેલા શિક્ષકોને રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. તેમણે સર્વે શિક્ષકોને સર્વેક્ષણ મરજીયાત હોવા છતાં ૩૪ માંથી ૩૨ શિક્ષકો આ સર્વેક્ષણમાં સહભાગી થતા સર્વેને અભિનંદન આપ્યા હતા. ગતરોજ સમગ્ર રાજયમાં શિક્ષક સજ્જતાનું રાજયવ્યાપી સર્વેક્ષણ યોજાયું હતું. જે અંતર્ગત રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગરના સેકટર- ૨૦માં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં સર્વેક્ષણ ફરજિયાત ન હોવા છતાં આ સર્વેક્ષણમાં સહભાગી બની કસોટી- પરીક્ષા આપવા આવેલા શિક્ષકોને શુભકામનાઓ પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા હતા.  તેમણે શિક્ષકો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તમામ વ્યક્તિઓએ જીવનભર પોતાના ક્ષેત્રમાં શીખતા રહેવું જાેઇએ. આ પ્રકારના સર્વેક્ષણ થકી જ આપણામાં રહેલી નાની- મોટી ત્રુટિઓ દૂર થાય છે. તેમજ આપણા જ્ઞાનમાં વધારો થાય છે. આ સર્વેક્ષણ શિક્ષકોની કસોટી કે પરીક્ષા નથી. આ સર્વેક્ષણની નોંધ કોઇ પણ શિક્ષકની સર્વિસ બુક કે કેરિયરમાં લેવાશે નહિ. જેમ જીવનમાં એક જ પ્રકારનો ખોરાક અને ફેશન કાયમી રહેતા નથી, તેમ પોતાના ક્ષેત્રમાં આવતા પરિવર્તનને જાણવા અને પોતાના જ્ઞાનમાં ઉમેરો કરવા માટે આ પ્રકારના સર્વેક્ષણ કામમાં આવે છે. તેમજ આવનાર પરિવર્તન માટે આપણને સજ્જ કરે છે.

 

Download Our B K News Today App



Related News