શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે પરીક્ષાર્થીઓને આપી શુભકામના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-11 13:10:42
  • Views : 100
  • Modified Date : 2024-03-11 13:10:42

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે, પરીક્ષાને લઇને તંત્ર પણ સજ્જ છે. રાજ્યભરમાં 15.38 લાખ વિદ્યાર્થોઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમજ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર તથા મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી છે.ગુજરાતમાં આજથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી છે. માત્ર શાળાની જ નહીં, જીવનની પરીક્ષામાં પણ સફળતા મેળવીને ઉજ્જવળ ભવિષ્યને પામો એ જ અભ્યર્થના.

Download Our B K News Today App



Related News