આજરોજ ડીસા તાલુકાના માનપુરા સાવીયાળા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-29 11:56:04
  • Views : 226
  • Modified Date : 2021-10-29 11:56:04

 

ડીસા તાલુકાના માનપુરા સાવિયાણા પ્રાથમિક શાળા ખાતે આજે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાનો  સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આમ તો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લો વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે પરંતુ જેમ-જેમ ટેકનોલોજી નું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહી છે આજે બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના તાલુકાઓમાં શિક્ષણના કારણે વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રે સરકારી નોકરીઓ પણ મેળવી રહ્યા છે ત્યારે તાજેતરમાં ગુજરાત મહુડી મંડળ માં  ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી તરીકે કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને મંત્રી બનાવવામાં આવ્યા છે. કિર્તીસિંહ વાઘેલા મંત્રી બનતાની સાથે બનાસકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓની મુલાકાત તો પણ લઈ રહ્યા છે અને જે પણ શાળાઓમાં શિક્ષણને લગતી તકલીફ પડતી હોય તે દૂર કરવા માટે હાલમાં તેઓએ પ્રયાસ શરૂ કરી રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના સાવિયાણા ગામે આવેલ પ્રાથમિક શાળામાં પણ શિક્ષકો તેમજ ગામલોકો દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા નું સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં માનપુરા સાવિયાણા પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ ગ્રામજનો દ્વારા કિર્તીસિંહ વાઘેલા શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય સન્માન કરવામાં આવ્યું હતું. અને હજુ પણ ગુજરાતના મંત્રી તરીકે કીર્તિસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલી શાળાઓમાં વિકાસના કામો કરે તેવી સુભેચાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં શ્રીમતી ભીખીબેન વ્હારા પ્રમુખ મહિલા મોરચા ભાજપ ગલાબજી ઠાકોર પ્રમુખ ભાજપ તાલુકા પ્રમુખ, ઠાકોર રસિકજી સરપંચ તેમજ આજુબાજુના સરપંચો, ડેલિકેટ અને ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News