ખાદ્યતેલોના ભાવમાં ભડકો, સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 3100 પર પહોંચ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-14 15:14:05
  • Views : 109
  • Modified Date : 2023-07-14 15:14:05

 તહેવારો આવતા પહેલા ફરી એક વાર તેલના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 40નો વધારો થયો છે. એક મહિનામાં સિંગતેલના ભાવમાં રૂપિયા 500નો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ હવે રૂપિયા 3100 પર પહોંચી ગયો છે. ત્યારે કપાસિયા અને પામોલિન તેલના ભાવ પણ વધ્યા છે.કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 70નો વધારો થતા કપાસિયાનો ભાવ 1700થી 1750 સુધી પહોંચ્યો છે. તેમજ પામોલિન તેલમાં રૂપિયા 30થી 40નો વધારો થતા 1450 પર પહોંચ્યો છે. જો કે વેપારીઓનું કહેવું છે, કે માર્કેટમાં મગફળીની અછત થઇ હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થયો છે. તો ગૃહિણીઓ અને સામાન્ય લોકોને ફરી એક વાર મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે.

Download Our B K News Today App



Related News