ઘરે પધારશે ઈકોફ્રેન્ડલી ગણપતી : ડીસામાં માટીમાંથી બનાવેલી પ્રદુષણ મુક્ત ઇકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું ધુમ વેચાણ; ઠેર-ઠેર બાપાની સ્થાપના થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-30 12:33:06
  • Views : 217
  • Modified Date : 2022-08-30 12:33:06

સરકાર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તીઓ પર પ્રતિબંધ મુકાયો છે, ત્યારે ગણેશ ચતુર્થી નિમિતે શ્રદ્વાળુઓમાં માટીની બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદાવાનું ચલણ વધ્યું છે.ત્યારે ડીસામાં ન્યુ ખુશી ફ્લાવર્સ દ્વારા પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવીને પર્યાવરણ પ્રેમને પ્રોત્સાહન આપી રહ્યા છે.


હિંદુ ધર્મમાં તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે. ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ડીસામાં ન્યુ ખુશી ફ્લાવર્સ દ્વારા માટી માંથી બનેવેલી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે, પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી શકતી, જેથી આ વખતે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માગ વધી છે.


આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. બન્નેનું મિશ્રણ કર્યા બાદ માટીને આકાર આપી વિવિધ પ્રકારના ગણપતિજીની મૂર્તિ બનાવામાં આવે છે. મૂર્તિ સુકવ્યા બાદ તેના પર કલરકામ કરી શણગાર કરવામાં આવે છે. મૂર્તિકાર સચિન પ્રજાપતિ અને અન્ય મૂર્તિકારો ભક્તો માટે રૂપિયા 200 રૂપિયાથી લઈ રૂપિયા 6000 રૂપિયા સુધીની 1 ફૂટ થી લઈ 4 ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ગણેશચતુર્થી નિમિતે હવે ભક્તો પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનું પસંદ કરે છે. POPના વિકલ્પરૂપે માટીની બનેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પસંદ કરી લોકો ભકતી સાથે પર્યાવરણની સુરક્ષા કરે તે સમયની માગ છે.


 


 


Download Our B K News Today App



Related News