ઇન્ડોનેશિયાના ગોરોન્ટાલોમાં ભૂકંપનો આંચકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-19 16:59:36
  • Views : 480
  • Modified Date : 2023-01-19 16:59:36

યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, ઇન્ડોનેશિયાના ગોરોન્ટાલો પ્રાંતમાં આજે સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. બુધવારે સવારે 7:34 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) ત્રાટકેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર બોન બોલાંગો જિલ્લાથી 69 કિમી દક્ષિણપૂર્વમાં 138 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું, એમ હવામાન વિજ્ઞાન, ક્લાઇમેટોલોજી અને જિયોફિઝિક્સ એજન્સીએ જણાવ્યું હતું.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ મિટિગેશન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે, પ્રાંતોમાં જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. તેમણે કહ્યું કે ભૂકંપ દક્ષિણ સુલાવેસી પ્રાંત અને મધ્ય સુલાવેસી પ્રાંતમાં પણ અનુભવાયો હતો.

Download Our B K News Today App



Related News