આ બિઝનેસ શરૂ કરીને દર મહીને કમાઓ લાખો રૂપિયા.

  • Published By :
  • Published Date : 2022-09-17 16:20:43
  • Views : 264
  • Modified Date : 2022-09-17 16:20:43

ખાદી અને ગ્રામોદ્યોગ કમિશને ગ્રામોદ્યોગ રોજગાર યોજના હેઠળ મુર્મુરા/મમરા મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવા પર એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર, આ બિઝનેસને શરૂ કરવા માટે કુલ 3.55 લાખ રૂપિયા ખર્ચ થશે. જો તમારી પાસે બિઝનેશ શરૂ કરવા માટે પૈસા નથી તો તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન લઈ શકો છો. તમે આ પ્રોજેક્ટ ખર્ચના આધાર પર લોન માટે અરજી કરી શકો છો. દેશભરમાં મુર્મુરા એટલે લાઈનો વપરાશ કરવામાં આવે છે. તેનો ઉપયોગ મંદિરમાં પ્રસાદના રૂપમાં પણ કરવામાં આવે છે. વૈષ્ણોદેવી પ્રસાદમાં પણ આ મુર્મુરાનો જ ઉપયોગ થાય છે. આટલુ જ નહી સ્ટ્રીટ ફૂડ તરીકે તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ બિઝનેસ શરૂ કરવા માટે 500 વર્ગફૂટ જગ્યાની જરૂરિયાત રહેશે. એક પૌંઆ મશીન, ભટ્ઠી, પેકિંગ મશીન અને ડ્રમ સહિત નાના મોટા સામાનની જરૂરિયાત રહેશે. KVICના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ બિઝનેસની શરૂઆતમાં કાચો માલ લાવવાનો રહેશે, ત્યારબાદ ધીમે ધીમે આ જથ્થામાં વધારો કરવાનો રહેશે. જેનાથી તમને એક સારો અનુભવ મળશે અને બિઝનેસ પણ આગળ વધશે.KVIC રિપોર્ટ અનુસાર, જો તમે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરો અને ગ્રામોદ્યોગ રોજગાર યોજના હેઠળ લોન માટે અરજી કરવામાં આવે તો 90 ટકા સુધી લોન મળી શકે છે. KVIC દ્વારા દર વર્ષે વિલેજ ઈન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટે લોન આપવામાં આવે છે. તમે પણ આ યોજનાનો લાભ મેળવી શકો છો.પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તમારે રો મટીરિયલ લેવાનું રહેશે, જેના પર રૂ. 6 લાખનો ખર્ચ થશે, ઉપરાંત તમારે રૂ. 50 હજારનો ખર્ચ કરવાનો રહેશે. આ પ્રકારે રોકાણ કરવાથી તમે 1,000 ક્વિન્ટલ પૌંઆનું ઉત્પાદન કરશો. ઉત્પાદન ખર્ચ રૂ. 8.60 લાખ થશે. તમે 1,000 ક્વિન્ટલ પૌંઆ રૂ. 10 લાખમાં વેચી શકો છો. જેથી તમને રૂ. 1.40 લાખની કમાણી થઈ શકે છે.

Download Our B K News Today App



Related News